ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના દારૂના કેસનો ભાગેડુ આરોપી ભુજમાંથી ઝડપી પડાયો

ભુજ, તા. 11 : સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકમાં દાખલ થયેલા દારૂ વિશેના કેસમાં છેલ્લા છ મહિનાથી નાસતા ફરતા આરોપી મૂળ સુરેન્દ્રનગરના વતની અને હાલે બારોઇ (મુંદરા) ખાતે રહેતા રવિ ઉર્ફે ખિલ્લીબાપુ ઉર્ફે ચન્દ્રાસિંહ જયંતીભાઇ ચૌહાણ નામના યુવાનને પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાની પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા ઝડપી પડાયો હતો.  છેલ્લા છ માસથી પોલીસને હાથતાળી આપીને ફરતો રહેતો આ શખ્સ ભુજમાં જ્યુબિલી મેદાન વિસ્તારમાં હોવાની બાતમી મળતાં સ્કવોડની ટુકડીએ ત્યાં ધસી જઇ એચ.ડી.એફ.સી. બેન્ક પાસેથી તેને પકડી પાડયો હતો. સત્તાવાર સાધનોના જણાવ્યા અનુસાર આરોપીને પકડાયા બાદ તેને આગળની કાર્યવાહી માટે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકને સુપરત કરવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. સ્કવોડના ફોજદાર જે.પી. સોઢા સાથે સ્ટાફના હરિભાઇ બારોટ, ધર્મેન્દ્ર મૂળશંકર રાવલ, દિનેશ ગઢવી, રઘુવીરાસિંહ જાડેજા અને વીરેન્દ્રાસિંહ પરમાર કાર્યવાહીમાં જોડાયા હતા.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer