કચ્છમાં જુગારના 17 દરોડામાં 103 ખેલીઓને પોલીસે પકડયા

ભુજ, તા. 10 : જુગારના શોખીનોની મોસમ પૂરબહારમાં ખીલી હોય તે રીતે આવાં તત્ત્વો કચ્છભરમાં ઠેર-ઠેર ધાણીપાસા અને ગંજીપાના વડે જુગાર રમવામાં લીન જોવા મળે છે. તો બીજીબાજુ કાયદાના રક્ષકો પણ દરોડો પાડી કાયદાનો પરચો બતાવી રહ્યા છે. પૂર્વ અને પશ્ચિમ કચ્છ જિલ્લામાં પોલીસે પાડેલા વિવિધ 17 દરોડામાં103 આરોપીઓને પકડી પાડયા છે. ભુજના સાગર બંગ્લોઝમાં ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી ભુજના મુંદરા રોડ સ્થિત સાગર બંગ્લોઝમાંના રહેણાકના મકાનમાં ચાલતાં જુગારધામ પર ગઈકાલે રાત્રે પોલીસ ત્રાટકી હતી અને કુલ રૂા. 1,34,000ના મુદ્દામાલ સાથે નવ ખેલીઓને ઝડપી પાડયા હતા. સાગર બંગ્લોઝમાં કિશન મનોહરભાઈ સલાટ પોતાના મકાનમાં જુગારધામ ચલાવતા હોવાની બી -ડિવિઝનની સર્વેલન્સ પોલીસ ટીમને બાતમી મળતાં ગઈકાલે રાત્રે પોલીસે પાડેલા દરોડામાં ગંજીપાના વડે જુગાર રમતા કિશન મનહરભાઈ સલાટ, અમિત નરેન્દ્રભાઈ જોશી, રાજન વાલજીભાઈ ઠક્કર, અભય મનહરભાઈ સલાટ, પ્રબોધ નરશીભાઈ ઠક્કર, સુનીલ મોહનલાલ જોશી (રહે. બધા ભુજ) તથા માધાપરના ચિંતન હરિગર ગુંસાઈ, ધવલ દિલીપભાઈ જોશી અને વિકાસ દિનેશભાઈ કંસારા (વર્ધમાનનગર)ને રોકડા રૂા. 29,000, આઠ મોબાઈલ કિં. રૂા. 45,000 તથા બે ટુ-વ્હીલર કિં. રૂા. 60,000 એમ કુલ રૂા. 1,34,000ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી. શેખડિયાના તળાવ પાસે ચાર જુગારી દબોચાયા મુંદરા તાલુકાના શેખડિયામાં તળાવ પાસે બાવળની ઝાડીમાં ગઈકાલે સાંજે કુંડાળું કરી જાહેરમાં ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમતા ગામના જ ગુલામ હાજી જામ (વાઘેર), દાઉદ વલીમામદ વાઘેર, અકબર સાલેમામદ વાઘેર અને સલીમ મામદ વાઘેરને રોકડા રૂા. 3210 સાથે પોલીસે ઝડપી લીધા હતા. મુંદરા મરિન પોલીસે જુગારધારા તળે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. બગડામાંથી ચાર ખેલી જબ્બે મુંદરા તાલુકાના બગડા ગામના રામદેવ મંદિર પાછળ ગઈકાલે બપોરે ગંજીપાના વડે હારજીતનો જુગાર રમતા ચાર આરોપીને રોકડા રૂા. 10,200, બે મોબાઈલ કિં. રૂા. 7000 એમ કુલ રૂા. 17,200ના મુદ્દામાલ સાથે મુંદરા પોલીસે ઝડપી પાડયા હતા. આ દરોડામાં જુગાર રમતા બગડાના જ રહેવાસી એવા શંભુ વેલાભાઈ ચાવડા, દેવનંદન કોલેશ્વર ભગત, શંભુ મંગાભાઈ ચાવડા અને દેવા તેજા ચાવડાને પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી. હાલાપરની સીમમાંથી સાત ખેલીની ધરપકડ માંડવી તાલુકાના હાલાપર ગામની નદી પાછળ આવેલી સીમમાં વડના ઝાડ નીચે ગઈકાલે ગંજીપાના વડે હારજીતનો જુગાર રમતા હાલાપરના પુનશી જેઠા ગઢવી, લાખુભા ઉમેદસિંહ જાડેજા, ભરતસિંહ સાંગાજી સોઢા, કિરણ પ્રભુદાસ તિલક, દેવાજી ઉમેદસિંહ જાડેજા, ખીમરાજ જેઠાભાઈ ગઢવી અને કોટડીના મૂરુભા નારાણજી જાડેજાને ગઢશીશા પોલીસે ઝડપી લીધા હતા. આરોપીઓ પાસેથી રોકડા રૂા. 10,200 તથા પત્તાની ધોલીનો મુદ્દામાલ કબ્જે લઈ જુગારધારા તળે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. કોટડા મઢમાં છ ઝડપાયા લખપત તાલુકાના કોટડા મઢની સીમમાં ગઈકાલે ગંજીપાના વડે હારજીતનો જુગાર રમતા ગામના જ હારૂન કાસમ રાયમા, અબ્દુલ હારૂન રાયમા, પરબત સુરજી જેપાર, મામદ કાસમ રાયમા, અબુભખર આદમ રાયમા અને નેત્રાના મહેશ ગોળદાસ શાહને રોકડા રૂા. 34,540, ત્રણ મોબાઈલ કિં. રૂા. 3000 તથા ત્રણ મોટરસાઈકલ કિં. રૂા. 28,000 આમ કુલ રૂા. 65,540ના મુદ્દામાલ સાથે દયાપર પોલીસે પકડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. ભારાપરમાં પાંચ જુગારી સકંજામાં ભુજ તાલુકાના ભારાપરના સથવારા ફળિયામાં જાહેરમાં આજે તીનપત્તી વડે જુગાર રમતા ભારાપરના હરેશ ભાણજી સથવારા, કિશન કિશોર સથવારા, રમેશ માવજી સથવારા, કિશન જયરામ સથવારા અને નારણ જયરામ સથવારાને રોકડા રૂા. 6,120 સાથે માનકૂવા પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. ધાણેટીમાંથી પાંચ ખેલી પકડાયા ભુજ તાલુકાના ધાણેટી ગામના કોલીવાસના ખુલ્લા ચોકમાં સોમવારની મધ્ય રાત્રે તીનપત્તીનો જુગાર રમતાં ગામના ખીમજીભાઈ જુસાભાઈ કોલી, ભરત શામજી કોલી, કાનજી જેસાભાઈ સામળિયા, ઉપદેશ જેસાભાઈ સામળિયા અને ભીમા સામજી કોલીને રોકડા રૂા. 5,330 સાથે પદ્ધર પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી. નખત્રાણામાં ધાણીપાસાથી રમતા પાંચ ખેલી ઝડપાયા નખત્રાણાની સુથાર શેરીમાં મેઈન બજારના રસ્તા પર સોમવારની મધ્ય રાત્રિએ ધાણીપાસા વડે હારજીતનો જુગાર રમતા નખત્રાણાના બટુકભાઈ વિશનજી સોની, પ્રેમજીભાઈ શિવદાસ સુરાણી, યોગેશ નરશીભાઈ રાજાણી, સુરેશ વિશ્રામ સોની અને હરેશ મનસુખલાલ દરજીને રોકડા રૂા. 10,850 સાથે નખત્રાણા પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી. ખારડિયાની જૂની પ્રા. શાળાની ચાલીમાં ચાલતી જુગાર ! નખત્રાણા તાલુકાના ખારડિયા ગામની ગ્રામ પંચાયત સામે આવેલી બંધ પડેલી જૂની પ્રાથમિક શાળાના એક રૂમની ચાલીમાં આજે બપોરે ધાણીપાસા વડે જુગાર રમતા ત્રણ ખેલીને પોલીસે ઝડપી લીધા હતા. જ્યારે અન્ય ત્રણ જુગારી નાસી છૂટયા હતા. નિરોણા પોલીસે પાડેલા આ દરોડામાં રૂા. 5,050 તથા એક મોબાઈલ કિં. રૂા. 1,000 એમ કુલ મુદ્દામાલ રૂા. 6,050 મળી આવ્યો હતો. જુગાર રમતા ખારડિયાના ઈસ્માઈલ સુમાર ધાડિયા, કાયા વાલા મહેશ્વરી અને ચેતનગિરિ વેલગિરિ ગોસ્વામીને પોલીસે દબોચી લીધા હતા. જ્યારે ખારડિયાના ફકીરમામદ ઈબ્રાહિમ ધાડિયા, લાલજી કાનજી જાડેજા તથા વંગના મોહન મીઠુ આયર નાસી છૂટયા હતા. પોલીસે છ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પૂર્વ કચ્છમાં શ્રાવણિયા જુગાર અંગે આજે પોલીસે ત્રણ જુદા-જુદા દરોડા પાડયા હતા. આ કાર્યવાહી દરમ્યાન 18 ખેલીઓની ધરપકડ કરી તેમની પાસેથી રોકડા રૂા. 55,760 તથા 10 મોબાઈલ એમ કુલ રૂા. 96,760નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. અંતરજાળના ગોપાલ નગરમાંથી 8 ખેલી ઝડપાયા ગાંધીધામ તાલુકાના અંતરજાળમાં આવેલ ગોપાલનગર નજીક તળાવની પાળ ઉપર અમુક શખ્સો ગંજીપાના વડે પોતાનું નસીબ અજમાવી રહ્યા હતા. ત્યારે આજે બપોરે સ્થાનિક પોલીસે અહીં છાપો માર્યો હતો. આ કાર્યવાહી દરમ્યાન રામ પિતામ્બર સિલવાણી, નટુભા ધીરૂભા સોઢા, જીતુ મહાદેવ પ્રજાપતિ, મુકેશ કમલેશ દવે, દેવા પાતા આહીર, રાજેશ વયનુ રાજગોર, શનિ નાનાવટી રાજગોંડ, વિજય લક્ષ્મણ રાજગોર નામના શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. જુગાર રમતા આ શખ્સો પાસેથી રોકડ?રૂા. 21,360 તથા ચાર મોબાઇલ એમ કુલ રૂા. 31,360નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. ગઇકાલે રાત્રે એલ.સી.બી.એ આદિપુરમાં કાર્યવાહી કર્યા બાદ સ્થાનિક પોલીસ દોડતી થઇ હતી. આદિપુરમાં પાંચ ખેલીની ધરપકડ આદિપુરના વોર્ડ 4-બી, પ્લોટ નંબર 301, દુકાન નંબર બે સાંઇકૃપા ગેરેજ બહાર એલ.સી.બી.એ દરોડો પાડયો હતો. અહીં પડ માંડીને જુગાર રમતા તરુણ ઉર્ફે ટીચકુ ધનરાજ રતવાણી, સુરેશ સુગનોમલ હીરાણી, હરેશ લાલચંદ ઉતવાણી (સિંધી), પ્રકાશ અરજણદાસ સોની (સિંધી) અને રૂપેશ અરજણદાસ સોની (સિંધી)ની ધરપકડ કરવામાં આવી હતી. ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમતા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 19,200 તથા ચાર મોબાઇલ એમ કુલ રૂા. 35,200નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. રાપરના ફતેહગઢમાં પણ પાંચને પકડી લેવાયા ફતેહગઢના આંબેડકરવાસમાં રહેતા દામા ગોવા રાઠોડના ઘરના આંગણામાં જુગાર રમાતી હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે  કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહી દરમ્યાન નામેરી ભીખા હડિયા, નરશી કાના સોલંકી, જયંતી મનજી સોલંકી, અરવિંદ ડામા રાઠોડ અને નવીન કરમણ?ધૈડાની અટક કરવામાં આવી હતી. આ શખ્સો પાસેથી રોકડ રૂા. 15,200 તથા બે મોબાઇલ એમ કુલ રૂા. 30,200નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો. કુકડાઉમાં બે, વાડાપદ્ધરમાં પાંચ જુગારી ઝડપાયા અબડાસા તાલુકાના કુકડાઉમાં દરબારગઢ ડેલી મધ્યે ધાણીપાસાથી હારજીતનો જુગાર રમતા હરભમસિંહ જાડેજા તથા સુજાપરના મહિપતસિંહ ઉર્ફે હકુભા જાડેજાને રોકડા રૂા. 3030 સાથે પોલીસે ઝડપી લીધા હતા. જ્યારે વાડાપદ્ધરના કોલીવાસમાં ગંજીપાના વડે જુગાર રમતા આરોપી બબા મામદ કોલી, પ્રકાશ કોલી, મેઘજી મામદ કોલી, અમૂલ નાથા કોલી અને પરસોત્તમ મોરારજી કોલીને રોકડા રૂા. 2080 સાથે પકડી લેવાયા હતા. બન્ને દરોડામાં જખૌ પોલીસે ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પીપરમાંથી 12 પકડાયા લખપત તાલુકાના પીપર ગામના મફતનગરમાં નાનજી ઉર્ફે નારણ ઉર્ફે નારુ કાનજી મહેશ્વરીનાં મકાન બહાર ખુલ્લા ઓટલા પર આજે સાંજે ધાણીપાસા વડે જુગાર રમતા પીપરના શંકર લધા કોલી, જુમા ખેંગાર મહેશ્વરી, ભીમજી સુમાર મહેશ્વરી, મનજી કાનજી મહેશ્વરી, મનજી સુમાર મહેશ્વરી, નાથા ઉર્ફે જસો ડાડુ મહેશ્વરી, નારણ બુધા મહેશ્વરી, કારા આચાર કોલી, ગોપાલ ભીમજી માતંગ, સુમાર ઈશાક જત, નાનજી ઉર્ફે નારણ ઉર્ફે નારુ કાનજી મહેશ્વરી અને અબડાસા તાલુકાના બેરનો કાનજી ઉર્ફે કાન્તિ મૂળજી મહેશ્વરીને રોકડા રૂા. 14,600 તથા બે મોબાઈલ કિ. રૂા. 1500 એમ કુલ રૂા. 16,100ના મુદ્દામાલ સાથે નારાયણસરોવર પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જડોદર (કો.)માં ત્રણ ઝડપાયા, 10 નાસી છૂટયા નખત્રાણા તાલુકાના જડોદર (કો.) ગામની નદી નજીક બાવળોની ઝાડીમાં ગઇકાલે રાત્રે ધાણીપાસા વડે હાર-જીતનો જુગાર રમતા ત્રણ ઇસમો ઝડપાઇ ગયા હતા, જ્યારે 10 જેટલા જુગારી બાવળની ઝાડીઓનો લાભ લઇ?નાસી છૂટયા હતા. બાતમીના આધારે નખત્રાણા પોલીસે પાડેલા દરોડામાં કોટડાના મામદ સુલેમાન હજામ અને જડોદરના અરવિંદ ખેંગાર મેરિયા તથા ઇભલા આધમ સમાને ઝડપી લીધા હતા અને તેઓની પૂછપરછ કરતાં નાસી છૂટેલા મુબારક હારૂન નોતિયાર, મામદ અલીમામદ ગજણ, ગફુર આમદ ગજણ, ગની હારૂન મંધરા, ગુલઝાર આધમ મંધરા (રહે. બધા જડોદર), જુણસ જુમા જોગેરા, મુસ્તાક જુમા લુહાર, અદ્રેમાન ઇબ્રાહીમ લુહાર, સાલેમામદ જાફર કુંભાર અને સલીમ જુમા બાયડ (રહે. તમામ કોટડા)નો સમાવેશ થાય છે. પોલીસે દરોડા દરમ્યાન રોકડ રકમ રૂા. 9,200 કબજે લઇ 13 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી હતી. અંજારમાં 15 જુગારી પાંજરે પુરાયા બીજી બાજુ અંજાર પોલીસે આજે સાંજના અરસામાં દરોડો પાડી ધાણી પાસા વડે જુગાર રમતા 15 શકુની શિષ્યોને પાંજરે પુર્યા હતા. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ ભુજ ઓકટ્રોય ચોકી પાસે  છનાળા વિસ્તારમાં પૂર્વ બાતમીના આધારે કાર્યવાહી કરાઈ હતી. આરોપીઓ સુરજ બુદ્ધિલાલ સથવારા, સચીન વિનોદ ઠક્કર, ભવન અમતુ સથવારા, જીતેશ હમીર સથવારા, કરણ દિનેશ સથવારા, સંજય દિલા કંસાગરીયા, કિશોર વીજુ સથવારા, કિશન અમતુ સથવારા, શાંતિલાલ મણિલાલ દેવીપુજક, ગોવિંદ ઝવેર સથવારા, શિવજી ભાણજી સથવારા, રમેશ રેવા  દાતણીયા, ભચા રૂડા કોલી, પ્રેમજી અમતુ સથવારા અને અમીત ચંદુ સથવારા જુગાર રમતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. જયારે એક શખ્શ રમેશ  રેવા  દેવીપુજક નાસી છુટયો હતો. પડમાંથી રૂા. 61,320, રૂા. 500ની કિંમતનો એક નંગ મોબાઈલ ફોન કબ્જે કર્યો હતો.  પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અંજાર પી.આઈ એ. જી. સોલંકી અને સ્ટાફ કામગીરીમાં જોડાયો હતો.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer