પતંજલિ આઇપીએલની દોડમાં

પતંજલિ આઇપીએલની દોડમાં
નવી દિલ્હી, તા. 10 : આઇપીએલના ટાઇટલ સ્પોન્સર તરીકે ચાઇનીઝ કંપની વીવો ખસી ગયા બાદ દેશની કેટલીક કંપનીઓ આ કરાર માટે રસ દાખવી રહી છે. હવે એવા રિપોર્ટ છે કે યોગગુરૂ બાબા રામદેવની કંપની પતંજલિ પણ આ દોડમાં સામેલ છે. બાબાની કંપની દ્વારા આ વાતની પુષ્ટિ પણ થઇ છે. પતંજલિના પ્રવકતા એસ. કે. તિજારાવાલાએ કહ્યંy છે કે અમે આ સિઝનમાં આઇપીએલના ટાઇટલ સ્પોન્સરના હક મેળવવાની યોજના વિચારી રહ્યા છીએ. કારણ કે અમે પતંજલિને વૈશ્વિક મંચ પણ લઇ જવા માંગીએ છીએ. આ માટે અમે બીસીસીઆઇને પ્રસ્તાવ મોકલશું. બજારના જાણકારોનું માનવું છે કે એક ચીની કંપનીના વિકલ્પે બાબા રામદેવની કંપની પતંજલિનો એક દેશી બ્રાંડ તરીકે દાવો મજબૂત છે, પણ એક મલ્ટીનેશનલ બ્રાંડ તરીકે સ્ટાર પાવર નથી. વીવો આઇપીએલના ટાઇટલ સ્પોન્સર તરીકે બીસીસીઆઇને દર વર્ષે 440 કરોડ રૂપિયા ચૂકવતું હતું. તેનો કરાર 2022 સુધી છે. ફકત આ સિઝન માટે તે ખસી ગયું છે. કરોરના મહામારીને લીધે આ વખતે આર્થિક સંકટ છે. આથી બીસીસીઆઇ જાણે છે કે કરારની રકમ વીવો જેટલી નહીં મળે. જો કે એ બહાર નથી આવ્યું કે પતંજલિ કેટલી રકમ ચૂકવવા તૈયાર છે. એવા પણ રિપોર્ટ છે કે અન્ય કેટલીક કંપનીઓ જેવી કે એમેઝોન, ફેટન્સી સ્પોર્ટસ કંપની ડ્રીમ ઇલેવન અને ઓનલાઈન લર્નિંગ કંપની બાયજૂસ આઇપીએલની ટાઇટલ સ્પોન્સરની રેસમાં છે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer