ટેસ્ટ બેટિંગ ક્રમાંકમાં મસૂદ અને વોક્સને ફાયદો

દુબઇ, તા. 10 : આઇસીસીની ટેસ્ટ ક્રમાંકની નવી સૂચિમાં ભારતીય કપ્તાન વિરાટ કોહલી બીજા સ્થાને જળવાઇ રહ્યો છે. સ્ટીવ સ્મિથ પહેલા અને કેન વિલિયમ્સન ત્રીજા સ્થાને છે. ઇંગ્લેન્ડના ક્રિસ વોકસ અને પાક.ના શાન મસૂદને ફાયદો થયો છે. ટોચના 10 બેટધરોમાં ચેતેશ્વર પુજારા આઠમા અને અંજિકયા રહાણે 10મા ક્રમ પર છે. બેન સ્ટોકસ ચોથા સ્થાનેથી ખસીને સાતમા નંબર પર આવી ગયો છે. બાબર આઝમ છઠ્ઠા અને ઇંગ્લેન્ડનો સુકાની જો રૂટ નવમા સ્થાને છે. ઇંગ્લેન્ડ સામેના પહેલા ટેસ્ટમાં 1પ6 રનની ઇનિંગ રમનાર પાક. ઓપનર શાન મસૂદ કેરિયરના શ્રેષ્ઠ 19મા ક્રમાંકે પહોંચ્યો છે. જ્યારે ઇંગ્લેન્ડની જીતનો હિરો ક્રિસ વોકસ 18 સ્થાનનો કૂદકો લગાવીને 78મા નંબર પર પહોંચ્યો છે. તેણે બીજા દાવમાં અણનમ 8પ રનની ઇનિંગ રમી હતી. ઓલરાઉન્ડરની સૂચિમાં વોકસ સાતમા સ્થાને છે. બટલર 30મા ક્રમે પહોંચ્યો છે. બોલિંગ ક્રમાંકમાં પાક. સ્પિનર યાસિર શાહ ફાયદા સાથે 22મા નંબર પર છે. ઇંગ્લેન્ડનો સ્ટૂઅર્ટ બ્રોડ ત્રીજા સ્થાને ટકી રહ્યો છે. ઓસિ. બોલર પેટ કમિન્સ પહેલા અને કિવિ બોલર નિલ વેગનાર બીજા સ્થાને છે. બુમરાહ 8મા સ્થાને છે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer