સરકારની સૂચનાનું ઉલ્લંઘન થશે તો કરાશે કાર્યવાહી

સરકારની સૂચનાનું ઉલ્લંઘન  થશે તો કરાશે કાર્યવાહી
ભુજ, તા. 10 : આજથી શરૂ થયેલા સાતમ-આઠમના તહેવારો દરમ્યાન મેળા-ઉત્સવ ઊજવવાની સરકારે મનાઇ ફરમાવી છે, તેમ છતાં ક્યાંય કોઇ સરકારની સૂચનાનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કાર્યવાહી કરવા બેઠકમાં જણાવાયું હતું. આસિ. કલેક્ટર મનીષ ગુરવાણીએ બેઠકના અધ્યક્ષ સ્થાનેથી પોલીસ તથા વહીવટી તંત્રના અધિકારીઓને સૂચના આપતાં જણાવ્યું હતું કે, કોરોના મહામારીને ધ્યાને લઇ સરકારે જે માર્ગદર્શિકા જાહેર કરી છે તેની ચુસ્તપણે આખાય કચ્છમાં અમલવારી કરવાની રહેશે. કોરોના પોઝિટિવ કેસમાં કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવે છે, તેમાં માર્ગદર્શિકાની અમલવારી તથા પોલીસ બંદોબસ્ત અને સેનિટાઇઝેશન કરવા, આગામી સમયમાં આવનારા ધાર્મિક તહેવારો, મેળો, સરઘસ, જુલૂસ વિગેરેની જાહેરમાં ઉજવણી પર રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેની અમલવારી કરવા તથા ધાર્મિક-પૂજાનાં સ્થાનો ઉપર અમલવારી કરાવવા, કાયદો અને વ્યવસ્થા અંગે ચર્ચા કરી ચુસ્તપણે અમલવારી કરવા સૂચના આપવામાં આવી હતી. બેઠકમાં મામલતદાર શ્રી સુમરા, ડીવાય.એસ.પી. શ્રી પંચાલ, ચીફ ઓફિસર શ્રી બોડાત, ટી.ડી.ઓ. શ્રી રાઠોડ, ટી.એચ.ઓ. શ્રી પરમાર તથા તમામ થાણાના પોલીસ ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેકટરો ઉપસ્થિત રહ્યા હતા.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer