ભુજ, માધાપર અને વાયોર કન્ટેઇનમેન્ટ

ભુજ, તા. 10 : જિલ્લામાં કોરોના મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર ભુજ શહેરમાં તેમજ માધાપર અને અબડાસાના વિસ્તારોને માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. ભુજ તાલુકાના માધાપર ગામે ઓધવબાગ-3માં આવેલા અરુણભાઇ રામજી પરમારના ઘરથી યાસીગ નરેશ કોટકના ઘર સુધી 7 ઘર ને તા. 21/8 સુધી, ભુજ શહેરના હિના પાર્ક-2 (પ્લોટ નં. 36)ના ડાબી બાજુના પ્રથમ ઘર-ઈશા જુમ્મા માંજોઠીના ઘરથી છેલ્લું ઘર-ખત્રી અયુબભાઇ જુણશના ઘર સુધી તથા સામેની લાઇનમાં પ્રથમ ઘર-ખત્રી પરવેઝ કાસમના ઘરથી છેલ્લું ઘર-ઈસરાઈલ હનીફ મલિકના ઘર સુધી 12 ઘર ને તા. 21/8 સુધી, ભુજ શહેરમાં આવેલા કંસારા બજાર, પડદાભિટ્ટ બાજુમાં કોરોના પોઝિટિવ દર્દી પ્રકાશભાઇ પ્રતાપરાયનું ઘર-1ને તા. 21/8 સુધી, ભુજ શહેરમાં આવેલા પ્રમુખ સ્વામી નગરના વિસ્તારમાં કોરોના પોઝિટિવ દર્દી (ચેતન અમૃતલાલ શાહ)ના ઘર નં. એ-64, 1 ઘરને તા. 22/8 સુધી, ભુજ તાલુકાના માધાપર ગામમાં માધવનગરમાં મૌલિક નીલેશભાઇ રાવલનું ઘર - 1ને તા. 22/8 સુધી કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે છે. રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમ ડિલિવરીથી તેમના ઘરે પૂરી પાડવામાં આવશે. એવી જ રીતે અબડાસા તાલુકાના વાયોર ગામની અલ્ટ્રાટેક ટાઉનશિપના વિસ્તારને માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયો છે. અલ્ટ્રાટેક ટાઉનશિપને તા. 21 સુધી માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer