એકસામટા પાંચ પોઝિટિવ કેસ નોંધાતાં માંડવીનું વાલ્મીકિ નગર સીલ

એકસામટા પાંચ પોઝિટિવ કેસ નોંધાતાં માંડવીનું વાલ્મીકિ નગર સીલ
માંડવી, તા. 9 : ગઇકાલે મોડી સાંજે શહેરના વાલ્મીકિ નગરમાં કોરોનાના વધુ પાંચ પોઝિટિવ કેસ નોંધાતાં આખાય વિસ્તારને સીલ કરી દેવાયો હતો. 360 લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. જેમાં 10 વર્ષથી નીચેના 49, 50 વર્ષથી ઉપરના 66 તેમજ પાંચ લોકો અન્ય બીમારીવાળાઓની સવિશેષ તપાસ કરાઇ હતી.આ તપાસમાં જવેરભાઇ નાથાણી, અશ્વિનભાઇ ગઢવી, નગરપતિ મેહુલભાઇ શાહે મુલાકાત લઇ સેવા સદનના સ્ટાફને  આરોગ્યની તપાસ સમયે સાથે રહેવાની સૂચના અપાઇ હતી. સવારે સેવા સદન દ્વારા વાલ્મીકિ નગરના લોકો માટે દૂધ વિગેરે વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ આ વિસ્તારને સેનિટાઇઝ કરવામાં આવ્યો હતો. માંડવી શહેરની અંદરનો વિસ્તાર ગીચ વસતીવાળો હોઇ જો કોઇ કોરોના પોઝિટિવ દર્દી નીકળે તો તેને મુંદરા અથવા ભુજ મૂકવામાં આવે છે. અમુક કેસમાં ઘરમાં જ આઇસોલેટ કરવામાં આવે છે. ઘરમાં આઇસોલેટ કરવામાં આજુબાજુમાં રહેતા લોકો ભયભીત રહે છે.જાગૃતો કહે છે કે હાજી હસન હોસ્પિટલ ખાલી છે. આખી હોસ્પિ.ને સેનિટાઇઝ કરાયેલી છે તો તેનો આઇસોલેશન માટે ઉપયોગ કરવો જોઇએ  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer