રક્તદાન પ્રવૃત્તિથી સામાજિક-નૈતિક ફરજ બજાવતા શિક્ષકો-રક્તદાતાઓ પ્રેરણાદાયી

રક્તદાન પ્રવૃત્તિથી સામાજિક-નૈતિક ફરજ બજાવતા શિક્ષકો-રક્તદાતાઓ પ્રેરણાદાયી
ભુજ, તા. 9 : ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ પ્રેરિત અને જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ કચ્છના વિવિધ શૈક્ષણિક સંગઠન દ્વારા જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે કોરોના વાયરસ કોવિડ-19ના જરૂરતમંદો માટે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જેની શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જી.કે. જનરલ હોસ્પિટલ તથા લાયન્સ ક્લબ ઓફ ભુજના સૌજન્યથી યોજાયેલા આ કેમ્પની મુલાકાત લીધી હતી. શિક્ષણમંત્રી શ્રી ચૂડાસમાએ રકતદાતાઓની મુલાકાત લઇ શિક્ષણ જગતના તમામ સેવાકર્મીઓને બિરદાવ્યા હતા તેમજ ઉત્તમ સેવા માટે અભિનંદન પણ પાઠવ્યા હતા. રક્તદાતાઓને રકતદાન પ્રમાણપત્ર એનાયત કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રક્તદાન પ્રવૃત્તિથી સામાજિક અને નૈતિક ફરજ નિભાવતા શિક્ષકો, રકતદાતાઓ પ્રેરણાદાયી છે. મંત્રીએ જી.કે.ના પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. શિક્ષણ સચિવ વિનોદ રાવની પ્રેરણાથી આયોજિત કેમ્પમાં કચ્છ સાંસદ વિનોદભાઇ ચાવડા, ભુજ ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્ય, અગ્રણી દિલીપભાઇ ત્રિવેદી, કે.સી. પટેલ, ભરતભાઇ સંઘવી, કલેક્ટર પ્રવીણા ડી.કે., જિ. વિ. અ. પ્રભવ જોશી, ભુજ પ્રાંત મનીષ ગુરવાણી, મુ. જિ. આ. અધિકારી ડો. પ્રેમકુમાર કન્નર, સિવિલ સર્જન ડો. કશ્યપ બૂચ, જિલ્લા શિક્ષણાધિકારી ડો. બી. એન. પ્રજાપતિ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમાર, કચ્છ જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારી / કર્મચારીઓને રક્તદાતાઓ તેમજ જી.કે. જનરલ હોસ્પિટલના ટ્રસ્ટી, પદાધિકારીઓ અને મેડિકલ તથા પેરામેડિકલ તબીબો તેમજ સ્ટાફ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer