ભુજની જેષ્ઠી જ્ઞાતિની ડોક્ટર દીકરી અમદાવાદ સિવિલમાં કોરોના વોરિયર

ભુજની જેષ્ઠી જ્ઞાતિની ડોક્ટર દીકરી અમદાવાદ સિવિલમાં કોરોના વોરિયર
ભુજ, તા. 9 : અહીંની જેષ્ઠી જ્ઞાતિના ખૂબ નાની ઉંમર ધરાવતા ડો. હેનલ જેઠી અમદાવાદની 1200 બેડ સાથેની આધુનિક સુવિધા ધરાવતી સરકારી સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19ના પોઝિટિવ દર્દીઓની સેવામાં રાત-દિવસ કાર્યરત રહી કોરોના વોરિયર તરીકે ફરજ બજાવે છે. ડો. હેનલે ધો. 12 સાયન્સ સુધીનો અભ્યાસ માતૃછાયા કન્યા વિદ્યાલયમાં પૂર્ણ કર્યા બાદ સરકારી એમ.પી. શાહ મેડિકલ કોલેજ જામનગરમાંથી એમ.બી.બી.એસ. થઈ બી. જે. મેડિકલ કોલેજમાં જ્ઞાનેન્દ્રીય વિજ્ઞાન એમ.ડી.ના છેલ્લા વર્ષમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે કોરોના આઈસીયુમાં ઈમરજન્સીમાં ફરજ બજાવે છે. છેલ્લા પાંચ મહિનાથી ભુજમાં માતા-પિતા કે કુટુંબીજનોના ફક્ત મોબાઈલ ફોનથી જ સંપર્કમાં રહી આશીર્વાદ પ્રાપ્ત કરે છે. ડો. હેનલના પિતા શૈલેશભાઈ પી.જી.વી.સી.એલ.માં ફરજ બજાવે છે. તેમની બહેન ડો. યશ્વિ જેઠી બી.એચ.એમ.એસ. છે તેવું જ્ઞાતિ પ્રમુખ પુષ્કરરાય જેઠીએ જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer