ભુજમાં કચ્છી રાજગોર સમાજવાડી સંકુલ બાઉન્ડ્રીનું ખાતમુહૂર્ત

ભુજમાં કચ્છી રાજગોર સમાજવાડી સંકુલ બાઉન્ડ્રીનું ખાતમુહૂર્ત
ભુજ, તા. 9 : શહેરના સરપટ નાકા બહાર શ્યામજી કૃષ્ણવર્મા વિમાન મથકને અડીને આવેલી રાજગોરાઇ કચ્છી રાજગોર યુવા સ્પોર્ટસ ક્લબ સંચાલિત કચ્છી રાજગોર સમાજ વિવિધલક્ષી સંકુલના ફરતે કમ્પાઉન્ડ વોલના બાંધકામ માટે કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ રૂા. ચાર લાખની રકમની ફાળવણી કરતાં ભુજ નગરપાલિકાના અધ્યક્ષા લતાબેન સોલંકી અને અન્ય રાજકીય અને સામાજિક અગ્રણીઓની હાજરીમાં  ખાતમુહૂર્ત કાર્યક્રમ સાદાઇથી સંપન્ન કરાયો હતો.છેલ્લા 55 વર્ષથી રાજગોરાઇ તરીકે પ્રસ્થાપિત થયેલા સંકુલમાં  સાંસદે માતબર રકમની ગ્રાન્ટ ફાળવ્યા બદલ ભુજ સમાજના પ્રમુખ જનકરાય નાકર, સ્પોર્ટસ ક્લબના પ્રમુખ પૂજન ગોર, મહામંત્રી વિજયભાઇ ગોરે હર્ષની લાગણી વ્યકત કરીને આભાર પ્રગટ કર્યો હતો.  નગરસેવક રાહુલ ગોર સહયોગી બન્યા હતા. આ અવસરે નગર અધ્યક્ષા લતાબેને સંકુલમાં વધુ સુવિધા વિકસાવવા સાંસદ અને ધારાસભ્યને વધુ ગ્રાન્ટ ફાળવવા રજૂઆત કરવાનું કહ્યું હતું. નગરસેવિકા ગોદાવરીબેન ઠક્કરે સંકુલ નિહાળીને  જૂના સંસ્મરણો વાગોળ્યા હતા. નગરસેવક કૌશલ મહેતા, કાસમ કુંભાર, રાજગોર સમાજના ટ્રસ્ટી   અરવિંદ કાનજી, અંબાલાલ મોતા, સુરેશ મોતા (પૂર્વ પ્રમુખ સ્પોર્ટસ ક્લબ), ચિંતન વિઠ્ઠા, જુગલ અજાણી, ભાવિક બોડા, ધર્મા ગોર સહિત સામાજિક અગ્રણીઓ અને ખેલપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.સંચાલન સ્પોર્ટસ ક્લબના સ્થાપક પ્રમુખ વસંત અજાણીએ કર્યું હતું. ફરતે દીવાલ નિર્માણ કાર્ય સંપન્ન બાદ વૃક્ષારોપણ સહિતની નવી સુવિધાઓ વિકસાવવાની તૈયારી ક્લબના પ્રમુખ પૂજન ગોરે વ્યકત કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer