ગાંધીધામમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ મહિલાએ જીવ દીધો

ગાંધીધામ, તા. 9 : શહેરની એફસીઆઇ કોલોની પાસે રમણ ચોરાયા ઝૂંપડા વિસ્તારમાં મહાદેવી ગુલાબ પ્રસાદ (ઉ.વ. 38) નામની મહિલાએ ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટુંકાવી લીધું હતું. શહેરના રમણ ચોરાયા ઝૂંપડા વિસ્તારમાં આજે બપોરે આ બનાવ બન્યો હતો. મહાદેવી નામની મહિલાએ બપોરે જમવાનું બનાવી નાખ્યું હતું, દરમ્યાન તેનો પતિ ગુલાબ બજારમાં ગયો હતો, બાદમાં આ યુવાન પરત આવતાં પોતાની પત્ની લટકતી હાલતમાં મળી હતી. પોલીસે જણાવ્યું હતું કે, બે સંતાનની માતા એવી આ મહિલાએ લાકડાંની આડીમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ?લીધો હતો. બનાવ પછવાડેનું કારણ અકળ છે, જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer