3.3ની તીવ્રતા સહિતનાં છ કંપનોએ કચ્છની ધરા ધ્રુજાવી

ભુજ, તા. 9 : કચ્છમાં ભૂસ્તરીય સળવળાટનો દોર અવિરત જારી રહ્યો હોય તેમ 24 કલાકમાં જિલ્લાની ધરતી 3થી વધુ તીવ્રતાનાં છ કંપનોથી ધ્રૂજી હતી.  ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરમાંથી મળેલી વિગત અનુસાર શુક્રવારની રાતથી શનિવારની રાત સુધીમાં 24 કલાકના સમયગાળામાં ભચાઉ, રાપર અને દુધઈ નજીક કેન્દ્રબિંદુ ધરાવતી આ હળવી ધ્રુજારી સિસ્મોગ્રાફી મશીન પર અંકિત થઈ હતી. છ પૈકી સર્વાધિક 3.3ની તીવ્રતાનું કંપન શનિવારે રાત્રે 10.પ3 કલાકે ભચાઉથી 28 કિ.મી. દૂર ચોબારી નજીક જ કેન્દ્રબિંદુમાં અનુભવાયું હતું. આ ઉપરાંત 1.9ની તીવ્રતાના 2, 1.8 તીવ્રતાના 2 અને 2.1ની તીવ્રતાના 1 મળી અન્ય પાંચ હળવી ધ્રુજારી અનુભવાઈ હતી. જો કે કેન્દ્રબિંદુ નજીકના વિસ્તારોને બાદ કરતાં ત્રણથી વધુની તીવ્રતાનું કંપન ખૂબ અલ્પ માત્રામાં અનુભવાયું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer