સાઇનાએ પ્રેકટીસનો પ્રારંભ કર્યો : નેશનલ કેમ્પમાં ટૂંકમાં જોડાશે

હૈદરાબાદ, તા.9: અનુભવી શટલર અને લંડન ઓલિમ્પિકની કાંસ્ય ચંદ્રક વિજેતા સાઇના નેહવાલ કોરોના મહામારીને લીધે બ્રેક બાદ હૈદરાબાદમાં આજથી ટ્રેનિંગનો પ્રારંભ કર્યો છે. સાઇના થોડા સમય બાદ કોચ પુલેલા ગોપીચંદ સાથે બેંગ્લુરુ ખાતે નેશનલ બેડમિન્ટન કોચમાં જોડાશે. ગોપીચંદનો કેમ્પ સાત ઓગસ્ટથી શરૂ થઈ ચૂક્યો છે. સાઇનાની સાથે તેના પતિ અને 2014ના કોમનવેલ્થ ચેમ્પિયન પી. કશ્યપે પણ ટ્રેનિંગ શરૂ કરી છે. તેમની સાથે ગુરુસાંઇદત્ત પણ જોડાયો હતો. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધુ, કે. શ્રીકાંત અને અન્ય બેડમિન્ટ ખેલાડીઓ પણ લાંબા સમય બાદ બ્રેક બાદ બે દિવસ પહેલા અભ્યાસ સત્રમાં જોડાઈ ચૂક્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer