શેખપીર ખાતે બાઇકની સાથે ટ્રક અથડાતાં બે જણ ઘવાયા

ભુજ, તા. 9 : તાલુકામાં શેખપીર ખાતે બાઇકની સાથે ટ્રક અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં બાઇક ઉપર સવાર બે જણ જખ્મી થયા હતા. પોલીસે આપેલી માહિતી મુજબ ગઇકાલે સવારે આ અકસ્માત થયો હતો. જેમાં વરલીના રાજેશ રાઘુ મકવાણા (ઉ.વ. 22) નામના આહીર યુવકને ડાબા પગે અસ્થિભંગ સહિતની ઇજા થઇ હતી. જ્યારે તેની સાથેના સવારને પણ ઇજાઓ થઇ હતી. પદ્ધર પોલીસે ડમ્પર ટ્રકના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer