બનાવટી દસ્તાવેજના કેસમાં આરોપીને કોર્ટ દ્વારા આગોતરા

ભુજ, તા. 9 : અંજાર પોલીસ મથકમાં દાખલ થયેલા મેઘપર કુંભારડી ગામની જમીનના બનાવટી દસ્તાવેજ બનાવવા સબંધી કેસમાં અદાલતે આરોપી માવજી વાલજી સોરઠિયા (ગુદરાસણિયા)ને આગોતરા જામીન આપ્યા હતા. આ કેસમાં માવજીભાઇ સામે તેમના નાના ભાઇના પત્ની ચન્દ્રિકાબેન પ્રેમજીએ આ ગુનો વિવિધ કલમો તળે દાખલ કરાવ્યો હતો. દરમ્યાન માવજીભાઇ માટે આગોતરા જામીનની માગણી મુકાતાં તેની સુનાવણી અંજારમાં સાતમા અધિક સેશન્સ જજ સમક્ષ થઇ હતી. તેમણે બન્ને પક્ષને સાંભળી આગોતરા આપતો આદેશ કર્યો હતો. આ કેસમાં આરોપીના વકીલ તરીકે પાર્થ કે. સોરઠિયા (આહીર) અને દેવેજ ચંદુલાલ પલણ રહ્યા હતા.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer