અબડાસાના ગરડા સહિતના વિસ્તારમાં ધીમી ધારે મેઘમહેર

નલિયા (તા. અબડાસા), તા. 9 : તાલુકાના ગરડા પંથકના નાની-મોટી બેર, અકરી, વાગોઠ, વાયોર, ઉકીર, ચરોપડી, ફુલાય, વાઘાપદ્ધર, વલસરા, મોહાડી, રામવાડા સહિતના  40 જેટલાં ગામમાં ગત રાત્રે ધીમી ધારે એકથી ત્રણ ઇંચ વરસાદ પડયાનું વાયોરના પ્રતિનિધિએ  જણાવ્યું હતું. નલિયા બ્યૂરોના હેવાલ મુજબ આજે સવારે  નલિયા, તેરા, કાળાતળાવ, કુણાઠિયામાં ઝાપટાંથી એક ઇંચ તો વાયોર, સુથરી, બેરા, આધાપર અને કાંઠાળ વિસ્તારમાં દિવસ દરમ્યાન ઝાપટાં વરસ્યાં હતાં. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer