માધાપરની રેસ્ટોરન્ટમાં થયેલી ચોરી અંગે વિધિવત પોલીસ ફરિયાદ

ભુજ, તા. 9 : ગઈકાલે ભુજની ભાગોળે આવેલા માધાપરના ધોરીમાર્ગ?પરની મૂનલાઈટ હોટલમાંથી ચોરી અંગે આજે વિધિવત પોલીસ ચોપડે ગુનો નોંધાયો છે. હોટલ માલિક સત્યમ પ્રવીણચંદ્ર ઠક્કરે બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ ગત તા. 7/8ની રાત્રિથી 8/8ની સવાર દરમ્યાન ચોરે મૂનલાઈટ રેસ્ટોરેન્ટનો પાછળનો દરવાજો તોડી અંદર પ્રવેશી કાઉન્ટરનો લોક તોડી તેમાં રહેલા રોકડા રૂા. ચાર હજારની ઉઠાંતરી કરી નાસી ગયો હતો. અત્રે ઉલ્લેખીય છે કે ભુજના એરપોર્ટ રોડ પર આવેલી બડી પીઝામાંય આજ રીતે ચોરી થઈ હતી અને બન્ને રેસ્ટોરેન્ટમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજમાં એક જ શખ્સ દ્વારા ચોરીને અંજામ અપાયો હોવાનું દેખાય છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer