જિલ્લા પંચાયતમાં આઉટ સોર્સ કંપની દ્વારા ખોટી રીતે ભરતી કરાયાનો આક્ષેપ

રાપર, તા. 9 : કચ્છ જિલ્લા પંચાયતમાં આઇસીડીએસ શાખાના સીડીપીઓ અને આરોગ્ય શાખાના કર્મચારીઓની મિલીભગત થકી આઉટ?સોર્સ કંપની દ્વારા લાંચ લઇ?લાગતાવળગતા ઉમેદવારોની ખોટી ભરતી કરવામાં આવી હોવાનો આક્ષેપ ઊઠયો છે. અહીંના એડવોકેટ હરેશ રાઠોડે ભુજ સ્થિત એન્ટિકરપ્શન બ્યૂરોના પોલીસ ઇન્સ્પેક્ટરને ઇ-મેઇલ દ્વારા કરેલી ફરિયાદમાં જણાવાયા મુજબ જિલ્લા પંચાયતની આઇસીડીએસ શાખાના સીડીપીઓ અને આરોગ્ય શાખાના અમુક કર્મચારીઓ સાથે મળીને આઉટ સોર્સથી ભરતી કરતી ખાનગી કંપની દ્વારા એમપીએચડબલ્યુ (મલ્ટિપર્પઝ હેલ્થ વર્કર)ની ભરતીમાં કૌભાંડ આચર્યો હોવાનો આક્ષેપ કરી તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો મોટાપાયે અનેક કૌભાંડ બહાર આવી શકે તેમ છે.એજન્સીના મુખ્ય સૂત્રધાર સાથે થયેલી ટેલિફોનિક ચર્ચાના કોલ રેકોર્ડિંગના આધારે પુરાવા સાથે કરાયેલી રજૂઆત અનુસંધાને સંડોવાયેલા તમામ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા અન્યથા જવાબદારો વિરુદ્ધ દીવાની રાહે નામદાર કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે તેવી રજૂઆત કરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer