ભુજ, ગાંધીધામ અને અબડાસામાં 13 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન વધ્યા

ભુજ, તા. 9 : કોરોનાના વધતા કેસો વચ્ચે માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા પણ વધી રહી છે, ત્યારે ભુજ અને ગાંધીધામમાં 6 - 6 તો અબડાસામાં  1 મળી કુલ 13 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનનો વધારો થયો છે. ભુજની શિવ આરાધના સોસાયટીના 13 ઘર, કજલિનગરમાં બે મકાન, પખાલી ફળિયામાં 1 ઘર, કૈલાસ નગરમાં 12 ઘર, નાગોરની સત્યમ શેરીના 9 ઘર, જેષ્ઠાનગર ગણેશ ચોકના 8 ઘરને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયો છે. ગાંધીધામ શહેરના સપનાનગર, વિનાયક સોસાયટી, ઓર્કેટ ફ્લેટ, નવી સુંદરપુરી, તલાવડી વિસ્તાર, ગણેશનગર સેકટર-6 ને અબડાસા તાલુકાના નુંધાતડના ભાનુશાલી ફળિયાને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer