ભુજ ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

ભુજ ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી
ભુજ, તા. 7 : કચ્છ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ 15મી ઓગસ્ટ-2020ની ઉજવણી જિલ્લા મથક ભુજ ખાતે યોજાશે. સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજ્યમંત્રી વાસણભાઇ આહીરના હસ્તે ધ્વજવંદન કરાશે. આ પ્રસંગે આરોગ્ય શાખાના તબીબો, કર્મચારીઓ, જિલ્લા વહીવટી તંત્રના કર્મચારીઓ, પોલીસ જવાન અને નગરપાલિકાના સફાઇ-કર્મચારીઓ - કોરોના વોરિયર્સને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવશે. આજે કલેકટર પ્રવીણા ડી.કે.ની અધ્યક્ષતા હેઠળ કલેકટર કચેરી-ભુજ ખાતે સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ તૈયારીની બેઠક યોજાઇ હતી. કલેકટરે કોરોના કોવિડ-19ની ગાઇડલાઇનને અનુસરીને આ પર્વની ઉજવણી કરવા સંબંધિત અધિકારીઓને સૂચન અને માર્ગદર્શન કર્યુ હતું. બેઠકમાં ડીડીઓ પ્રભવ જોશી, એસ.પી. સૌરભાસિંઘ, ભુજ પ્રાંત મનીષ ગુરવાણી, તાલીમ આઇએએસ નિધિ શિવાચ, જિલ્લા શિક્ષણાધિકારી ડો. બી.એન. પ્રજાપતિ, નાયબ કાર્યપાલક સી.બી. ડુડિયા, જે.એમ. ગઢવી, ભુજ નગરપાલિકા ચીફ ઓફિસર નીતિનભાઇ બોડાત, પબ્લિક હેલ્થ કાર્ડ ડિપાર્ટમેન્ટના એ.પી. તિવારી, એનસીસીના કિરણકુમાર, ડે. મામલતદાર એન.પી. પ્રજાપતિ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નર, જિલ્લા પંચાયતના પંકજ ઝાલા, નાયબ માહિતી નિયામક મિતેશ મોડાસિયા, નાયબ મામલતદાર મહાવીરાસિંહ સિસોદિયા, પી.આર.ઓ. રાહુલ ખાંભરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer