શિક્ષણમંત્રી સમક્ષ `ગાંધીગીરી'' કરવા જતાં બળપ્રયોગ કરાયાનો કોંગ્રેસનો આક્રોશ

શિક્ષણમંત્રી સમક્ષ `ગાંધીગીરી'' કરવા જતાં બળપ્રયોગ કરાયાનો કોંગ્રેસનો આક્રોશ
ભુજ, તા. 7 : કચ્છ યુનિ.માં એક્સટર્નલ કોર્સ બંધ કરવા સામે આજે અહીં જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ સર્કિટ હાઉસ ખાતે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને ગુલાબ અર્પણ કરીને ગાંધીગીરી કરવા જતાં પોલીસે અધવચ્ચે અટકાવતાં આગેવાનોએ નારાજગી વ્યક્ત કરી હતી. પ્રવક્તા દીપક ડાંગરે જણાવ્યું હતું કે, પોતે ઉપરાંત જિલ્લામંત્રી ધનજીભાઇ મેરિયા, નિલય ગોસ્વામી, ધીરજ રૂપાણી, અંજલિ ગોર શિક્ષણમંત્રીની મુલાકાત લેવા જતાં પોલીસે બળપૂર્વક અટકાવ્યા હતા. એક્સટર્નલ કોર્સના મુદ્દે સરકાર ફેરવિચારણા નહીં કરે તો ફરી ઢંઢોળવાનો પ્રયાસ કરાશે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer