ઈંગ્લેન્ડના બેટધરો જામ્યા નહીં

માન્ચેસ્ટર, તા. 7 : ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચેના પહેલા ટેસ્ટ મેચમાં પાકિસ્તાને પહેલા દાવમા મસૂદની સદીની મદદથી 326 રન કર્યા હતા અને ટીમ ઓલઆઉટ થઈ હતી. પાકિસ્તાન તરફથી મસૂદની સદી ઉપરાંત અબિદ અલી, બાબર આઝમ અને શદાબ ખાન સિવાય કોઈ ખેલાડી બે અંકના સ્કોર સુધી પણ પહોંચી શક્યો નહોતો. જ્યારે ઈંગ્લેન્ડની શરૂઆત નબળી રહી હતી અને 62 રનના કુલ સ્કોરે જ 4 વિકેટ ગુમાવી દીધી હતી અને 219 રનમાં ટીમ ઓલઆઉટ થઈ હતી. ઈંગ્લેન્ડ તરફથી ઓલી પોપે સૌથી વધારે 62 રન કર્યા હતા. પાકિસ્તાન તરફથી  યાસીર શાહે સૌથી વધારે 4 વિકેટ લીધી હતી. જ્યારે શદાબ ખાન અને મોહમ્મદ અબ્બાસને 2-2 તેમજ શાહિન આફ્રિદી અને નસીમ શાહને 1-1 વિકેટ મળી હતી. ઈંગ્લેન્ડે પહેલી વિકેટ મેચની પહેલી જ ઓવરના ચોથા બોલે ગુમાવી દીધી હતી. જેમાં રોરી બર્ન 4 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ત્યાર બાદ 12 રનના કુલ સ્કોર ડોમિનિક સિબલે 8 રને આઉટ થયો હતો. ત્યાર બાદ બેન સ્ટોક્સ ખાતુ ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફરી ગયો હતો.  જો કે ઓલી પોપે અને જોસ બટલરે  બાજી સંભાળી હતી અને વિકેટ સાચવીને સ્કોરબોર્ડ ફરતું રાખ્યું હતું. જો કે 127 રને ઓલી પોપ પાંચમી વિકેટના રૂપે મેદાન બહાર થયો હતો. જ્યારે બટલર 38 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ ક્રિસ વોક્સ 19, જોફ્રા આર્ચર 16 અને સ્ટુઅર્ટ બોર્ડે 29 રન ઉમેર્યા હતા. આમ 219 રને ઈંગ્લેન્ડની ટીમ ઓલઆઉટ થઈ હતી. જેના પરિણામે પાકિસ્તાની ટીમ 107 રને આગળ રહી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer