યુએઈમાં આઈપીએલને સરકારની સૈદ્ધાંતિક મંજૂરી

નવી દિલ્હી, તા. 7 : ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)ને ચાલુ વર્ષે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) યુએઈમાં યોજવાની મંજૂરી મળી ગઈ છે અને 8 ફ્રેન્ચાઈઝી ટીમોએ પોતાના ખેલાડીઓ અને સહયોગી સ્ટાફ માટે કોરોના તપાસનો પ્રોટોકોલ અને ક્વોરન્ટાઈન શરૂ કરવાની તૈયારી પણ શરૂ કરી દીધી છે. બીસીસીઆઈના એક સુત્રના કહેવા પ્રમાણે લેખિત મંજૂરી આગામી અમુક દિવસમાં મળી શકે છે. શીર્ષ સુત્રોના કહેવા પ્રમાણે યુએઈમાં આયોજન માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે અને લેખિત મંજૂરી પણ કોઈપણ સમયે મળી શકે તેમ છે. મોટાભાગની ફ્રેન્ચાઈઝી બીસીસીઆઈના આદેશ અનુસાર 20 ઓગષ્ટ બાદ બેઝ માટે રવાના થઈ જશે. ચૈન્નઈ સુપર કિંગ્સ 22 ઓગષ્ટના રોજ રવાના થવા માટે તૈયાર છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે પોતાના ભારતીય ખેલાડીઓને બેઝ ઉપર ક્વોરન્ટાઈન ફેસિલિટીમાં રાખી દીધા છે. એક ફ્રેન્ચાઝીના વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે, જો પીસીઆઈ પરિક્ષણ થાય અને રિપોર્ટ નેગેટિવ આવે તો તે સારૂ રહેશે. તેનાથી 24 કલાકના અંતરે બે પરીક્ષણ કરાવી શકે છે.જેનો યુએઈ માટે રવાના થતા પહેલાના પ્રોટોકોલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બે પરિક્ષણ અનિવાર્ય છે પણ મોટાભાગની ફ્રેન્ચાઈઝી ભારતથી રવાના થતા પહેલા 4 ટેસ્ટ કરાવશે.   

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer