માધાપરમાં મહિલાઓનું જુગારધામ ઝડપાયું

ભુજ, તા. 7 : તાલુકાના માધાપર ગામે નવાવાસ વિસ્તારમાં ઐશ્વર્યા નગરના ગેટ પાસે રહેણાકના મકાનમાં આયોજનબદ્ધ રીતે ચલાવાતી જુગારની પ્રવૃત્તિ સ્થાનિક પોલીસે દરોડો પાડીને ઝડપી પાડી હતી. આ જુગારધામ ખાતે પડાયેલા દરોડામાં ચાર મહિલા આરોપીને રૂા. 41 હજાર રોકડા સહિત કુલ રૂા. 51 હજારની માલમતા સાથે પકડી પડાયા હતા. પોલીસદળે જારી કરેલી યાદી મુજબ માધાપર ખાતે જયશ્રીબેન કરસન નથુભાઇ રાઠોડ નામની મહિલાના ઘરમાં ચાલતી જુગારની પ્રવૃત્તિ સ્થાનિક બી-ડિવિઝન પોલીસની ઝપટે ચડી હતી. આ સ્થળેથી ઘરમાલિક જયશ્રીબેન ઉપરાંત ભુજના દેવીબેન મનજી કાનજી જોગી, મિરજાપરના ગજરાબા જોરૂભા ઉર્ફે નરસંગજી ધનજી ચૌહાણ અને માધાપરના દિપાલીબેન નરેન્દ્ર કરશન સોનીને જુગાર રમવાના આરોપસર પકડાયા હતા. ઝડપાયેલી મહિલાઓ પાસેથી રૂા. 41 હજાર રોકડા ઉપરાંત રૂા. 10 હજારના ચાર મોબાઇલ ફોન મળી કુલ રૂા. 51 હજારની માલમતા કબ્જે કરવામાં આવી હતી. ઘરમાલિક મહિલા ખેલીઓ એકત્ર કરી નાલ ઉઘરાવી જુગારની પ્રવૃત્તિ ચલાવતી હોવાનો આરોપ ફરિયાદમાં મુકાયો છે. પૂર્વ કચ્છમાં પોલીસે જુગાર અંગે ત્રણ જુદા જુદા દરોડા પાડીને 17 ખેલીઓની ધરપકડ કરી  હતી. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 1,50,620 જપ્ત કરાયા હતા. રોકડ રકમ, કાર, મોબાઇલ વગેરે મળીને કુલ રૂા. 7,17,120નો મુદામાલ પકડાયેલા ખેલીઓ પાસેથી હસ્તગત કરાયો હતો.ગાંધીધામના સેક્ટર-6, ગણેશનગર વિસ્તારમાં આવેલા ગણેશ પ્રોવિઝન સ્ટોર પાસે પોલીસે છાપો માર્યો હતો. અહીં જાહેરમાં જુગાર રમતા લક્ષ્મણ?ઉર્ફે લચ્છુ લાલજી અબચુંગ, વૈંકટરાવ શ્યામમૂર્તિ ભૈઇરી, કલ્યાણ મમુ જોગી, ઇલિયાસ સુલેમાન સાયચા અને પૂનમ બિજલ ગરવા નામના શખ્સોની ધરપકડ કરી હતી. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ? રૂા. 80,300 તથા છ મોબાઇલ એમ કુલ રૂા. 1,16,300નો મુદામાલ જપ્ત કરાયો હતો.બીજી બાજુ રાપરના બાલાસરી ગામે સામજી વસા કોળીનાં મકાન બહાર પોલીસે દરોડો પાડયો હતો. અહીં જાહેરમાં ગંજીપાના વડે પોતાનું નસીબ અજમાવતા રમેશભા રામભા ગઢવી, મૂળુભા વશરામભા ગઢવી, કશનભા પૂંજાભા ગઢવી, અમરશી સામજી કોળી, ટીના કમુ કોળી, ખેંગાર કાથડ?કોળી, રણછોડ મેરા કોળી અને સામજી વસા કોળીને દબોચી લેવામાં આવ્યા હતા. જુગાર ખેલતા આ શખ્સો પાસેથી રોકડ?રૂા. 37,070 અને છ મોબાઇલ તથા કાર નંબર  જી.જે. 12 ડી.જી. 3519 એમ કુલ રૂા. 5,56,070નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.વધુ એક દરોડો ગાંધીધામના મહેશ્વરીનગર ઝૂંપડા વિસ્તારમાં ચામુંડા માના મંદિર પાસે ચોકમાં પાડવામાં આવ્યો હતો. અહીં જાહેરમાં પત્તા ટીંચતા વિજય શંકરલાલ કારિયા, અલીમામદ ઇબ્રાહીમ કકલ, ગજેન્દ્રસિંહ કનુભા જાડેજા, સુરેશ?ગોવિંદ ધુવાની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ? રૂા. 33,250 તથા ત્રણ મોબાઇલ એમ કુલ રૂા. 44,750નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો.- માંડવીમાં ચાર ઝડપાયા  : માંડવી શહેરમાં ભૂકંપનગરી વિસ્તારમાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા ચાર સ્ત્રી-પુરુષને રૂા. 4,590 રોકડા અને રૂા. 2,800ના મોબાઇલ ફોન સાથે પકડી પડાયા હતા. પોલીસના જણાવ્યા મુજબ ઝડપાયેલા આરોપીમાં માંડવીના નરેન્દ્ર હરિપ્રસાદ મહેતા, મસ્કાના સુમરા રઝાક હુશેન અને માંડવીના પૂજાબા લધુભા જાડેજા અને ચાંદની દિલુભા રાઠોડનો સમાવેશ થાય છે. - પલાંસવામાં પાંચ પકડાયા : આડેસર  પોલીસે રાપર તાલુકાના પલાંસવા ગામમાં જુગાર અંગે દરોડો પાડયો હતો. જેમાં    રણછોડભાઈ ભવાનભાઈ રાજપુત્ર (ઉ.53), ભવાનભાઈ નવીનભાઈ મહેતા (ઉ.26), શકિતભાઈ સિંધાભાઈ ભરવાડ (ઉ.55), દાનાભાઈ દુદાભાઈ દસાણી (ઉ.40), શકતાભાઈ હિંદુભાઈ ભરવાડ (ઉ.18) જુગાર રમવાના આરોપસર   કાયદાની ઝપટે ચડયા હતા. પોલીસે અહીંથી રોકડા રૂા. 11,050  સહિતનો મુદામાલ કબ્જે લીધો હતો.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer