ભુજની જનરલ હોસ્પિટલમાં અજ્ઞાત શખ્સ મૃત મળી આવ્યો

ભુજ, તા. 7 : શહેરમાં જી.કે. જનરલ હોસ્પિટલ સંકુલમાં પાણીના ટાંકા પાસેથી અજાણ્યો શખ્સ મૃત હાલતમાં મળી આવતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી છાનબીન હાથ ધરી છે. પોલીસે આપેલી માહિતી મુજબ હોસ્પિટલ સંકુલના પ્રાંગણમાં પાણીના ટાંકા પાસેના બાંકડા ઉપર સુતેલી હાલતમાં આજે સવારે આ શખ્સ મૃત મળી આવ્યો હતો. મરનારની ઓળખ આજે સાંજ સુધીમાં હજુ થઇ નથી. તો તેનું મૃત્યુ કયા કારણે થયું તેની વિગતો પણ પોસ્ટમોર્ટમ અહેવાલ આવ્યા બાદ સ્પષ્ટ થશે. બી. ડિવિઝન પોલીસે ઓળખ પ્રસ્થાપિત કરવા સહિતના પ્રયાસો હાથ ધર્યા છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer