કેરા આઇસીઆઇસીઆઇ બેંકના મેનેજર પછી ક્લાર્ક અને તેમનાં પત્ની કોરોના પોઝિટિવ આવ્યાં

કેરા (તા. ભુજ), તા. 7 : ભુજ તાલુકાના કેરા ગામે આઇસીઆઇસીઆઇ બેંકના મેનેજર મનીષ કમલ આસનાનીને કોરોના પોઝિટિવ આવ્યા પછી બેંક કર્મી સચિન મહેશ કનોજિયા અને તેમના પત્ની શિવાંગીબેનનો રિપોર્ટ પોઝિટિવ આવતાં ગામમાં હડકંપ મચી ગયો હતો અને આખું ગામ સ્વયંભૂ માસ્કમાં આવી ગયું હતું.કોરોનાએ હવે ગામડાંમાં મજબૂત ઘૂસણખોરી કરી લીધી છે. ભુજ તાલુકાના કેરા ગામમાં બેંક કર્મીઓના સંપર્કમાં આવેલા 10 જણને ક્વોરેન્ટાઇન કરાયા છે. કેરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર રઇયાબેન આહીર અને સુપરવાઇઝર રાજેશ ગોરે સ્ટાફ સાથે આખી પ્રક્રિયા હાથ ધરી હતી. ગાંધીધામથી અપડાઉન કરતા મેનેજર મનીષ પાંચ દિવસથી તબિયત બગડયા પછી ફરજ પર આવતા ન હતા.તેમનો રિપોર્ટ ગઇકાલે પોઝિટિવ આવ્યો હતો. તેના સંપર્કમાં આવેલા સહાયક કર્મીને શરદી, ઉધરસ, તાવ, અશક્તિની ફરિયાદ થતાં કેરા પી.એચ.સી.એ તેનો ટેસ્ટ કરાવ્યો. ગતરાત્રે તેમનાં પત્નીને લક્ષણ?દેખાતાં તેનો ટેસ્ટ પણ કરાવાયો હતો. તે દરમ્યાન તેણી કેરાના ખાનગી તબીબ ડો. દિનેશ પાંચાણી પાસે સારવાર અર્થે ગયેલી હોઇ?એ તબીબને પણ સાત દિવસ સુધી ક્વોરેન્ટાઇન થવા કહેવાયું છે. ડો. પાંચાણીએ કચ્છમિત્રને કહ્યું, સરકારી ગાઇડલાઇન મુજબ ગ્લોવ્ઝ, માસ્ક, સેનિટાઇઝર સાથે કામ કર્યું છે એટલે ચિંતા નથી. પરંતુ જો પોઝિટિવ આવે તો તેને હરાવી પ્લાઝમા દાન કરનાર તબીબ બનવું છે. ક્વોરેન્ટાઇન કરાયેલા 10 જણ નિયમોમાં રહે તેવું લોકો ઇચ્છી રહ્યા છે. દંપતીની બે વર્ષ અને પાંચ વર્ષની બે પુત્રી છે તેના ટેસ્ટ પણ કરાવવામાં આવશે. કેરાના આર.એસ.એસ. ચોકમાં હાલારિયાના બંગલામાં ભાડુઆત તરીકે આ દંપતી રહેતું હતું. હાલ તેને મુંદરાની હોસ્પિટલમાં દાખલ કરાયાં છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer