કોંગ્રેસના 13 કાર્યકરે ભાજપનો ખેસ પહેર્યો

ભુજ, તા. 7 : અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણીના માહોલ વચ્ચે આજે 13 જેટલા કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં વિધિવત રીતે જોડાયા હતા.શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઝોન પ્રભારી કે.સી. પટેલ, જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલની હાજરીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસમંત્રથી પ્રેરાઈ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. આ પ્રસંગે જિલ્લા મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે, વલમજીભાઈ હુંબલ, શૈલેન્દ્રસિંહ જાડેજા, બેઠક ઈન્ચાર્જ જયસુખભાઈ પટેલ વિગરે ઉપસ્થિત રહ્યા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer