રાપરમાં વધુ 3 વિસ્તાર માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર

ભુજ, તા. 7 : જિલ્લામાં કોરોના મહામારીના વધતા કેસ વચ્ચે રાપર શહેરમાં વધુ 3 વિસ્તારને માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. રાપર શહેરની ન્યાય કોર્ટ, રાપરની બાજુમાં વિપુલભાઇ વેલાભાઇ ગોહિલના ઘરથી જયંતીલાલ રવજીભાઇ ચાવડાના ઘર સુધીને તા. 19/8 સુધી, ચામુંડા મંદિર નજીક ઉલેટવાસના ઈશ્વરલાલ અમૃતલાલ સોનીના ઘરથી લક્ષ્મીચંદ મેરાજ પટવાના ઘર સુધીને તા. 18/8 સુધી, પદમાવત કોમ્પલેક્ષ બિલ્ડીંગના બીજા માળના પ્રભુલાલ લવજી ઠકકરના ઘરથી વિપુલ રમેશ પરમારના ઘર સુધીને તા. 18/8 સુધી માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડિલિવરીથી પહોંચાડાશે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer