કચ્છમાં બીજા દિવસેય 27 પોઝિટિવ કેસ

કચ્છમાં બીજા દિવસેય 27 પોઝિટિવ કેસ
ભુજ, તા. 6 : કચ્છમાં કોરોનાનું સંક્રમણ હવે ચિંતાજનક સ્તરે વકરી રહ્યું હોય તેમ આજે સતત બીજા દિવસે 27 પોઝિટિવ કેસ નોંધાતાં ઓગસ્ટ માસમાં તો જુલાઇ કરતાંય કેસનો આંક ઊંચકાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આજે સૌથી વધુ 10 કેસ ગાંધીધામ વિસ્તારમાં નોંધાયા છે. જ્યારે અંજારમાં 6, ભુજમાં 4, અબડાસામાં 3, મુંદરા, માંડવી, નખત્રાણા, રાપરમાં 1-1 કેસ નોંધાયા છે. ગાંધીધામ બ્યૂરોના અહેવાલ મુજબ અંજારમાં કોરાનાથી સંક્રમિતોનો આંક  શહેરને  જિલ્લાનું હોટસ્પોટ બનાવા તરફ આગળ લઈ જઈ રહ્યો  હોય તેમ આજે વધુ છ  કેસો  સામે આવ્યા હતા.અંજાર સવાસર નાકામાં મુન્ના અજીજ શેખ (ઉ. 35), યોગેશ્વર ચાર રસ્તા પાસે  આવેલા ભકિતનગરમાં કાન્તિલાલ રામજીભાઈ ઠક્કર (ઉ. 53), ભાવેશ્વનગર નગર-1માં લાયન્સ ગેટ  સામે રહેતા  હસુમતી જે. ઠકકર (ઉ. 29), ધનશ્યામ નગરમાં  શીતલ પાર્થ સોરઠિયા, વિજયનગરમાં  ધર્મેન્દ્ર રામપ્યારે  યાદવ, એકતા નગરમાં મુસ્તાક  આમદ ખત્રી (ઉ. 57)  કોરોનાગ્રસ્ત થયા હતા. આદિપુરના રોયલપાર્કમાં રહેતા  દિનેશ ધમાભાઈ આહીર (ઉ. 35), અનિતા રાજકુમાર જૈન (ઉ. 60), અનિલ કમલ  આસનાણી (ઉ. 35), ગળપાદરમાં દેવેન્દ્ર  ગઢવી (ઉ. 35),  ભારતનગરમાં હરીશ નવલખા (ઉ. 69), 9એઈ ભારતનગરમાં હરેશ કેસવાણી,  ફ્રીટ્રેડ ઝોનમાં નોકરી કરતા અને ગણેશનગરમાં રહેતા જીમલ્લેશ્વરાવ (ઉ. 50)નો કોરોના પોઝિટિવ આવ્યો હોવાની વિગતો  બહાર આવી હતી. આ ઉપરાંત ગઇકાલે નોંધાયેલા કેસ આજે ચોપડે ચડયા છે તો દેવાંગ ધીરેન મહેતાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. ભુજ શહેર-તાલુકામાં આજે ચાર કેસ નોંધાયા છે. વર્ધમાન નગર ભુજોડીમાં રહેતા રાજીબેન દયાલાલ  ઉપરાંત સેવન સ્કાય હોટલ પાસે રહેતા મમતાબેન અરવિંદગર ગોસ્વામી, તાહાનગર ભીડ ગેટમાં રહેતા હકડા કાસમ અબ્દુલ્લાહ અને ભોકડિયા વાડી નવાવાસ માધાપરમાં રહેતા કદપલાહ ગરિ શ્રી નીલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. માંડવી શહેરમાં આજે 64 વર્ષીય નિર્મળાબેન મોહનભાઇ ખત્રીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં શહેરી વિસ્તારના કેસનો આંક પાંચ થયો છે. કેસમાં શાહવાળી મસ્જિદ પાસેના મોચી ફળિયામાં રહેતા બહેનની કોઇ ટ્રાવેલિંગ હિસ્ટ્રી ન હોવાનું અને લોકલ ટ્રાન્સમિશનથી સંક્રમણ થયાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ડાયાબિટીસની તકલીફવાળા બહેનનું ગઇકાલે સેમ્પલ લેવાયા બાદ આજે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.આરોગ્ય અધિકારી ડો. કે. પી. પાસવાન, ડો. હાર્દિક પંડયા, જવાહરભાઇ નાથાણી, હંસરાજ સીજુ તથા નગરસેવા સદનના પ્રમુખ મેહુલશાહ, ઓ.એસ. કાનજી શિરોખા, મુકેશ ગોહિલ, મનજી જોગી, જયેશભાઇ ભેદા વિગેરે સેનિટેશનની ટીમ સાથે બનાવના સ્થળે આવી વિસ્તારને સેનિટાઇઝ કર્યો હતો તેમજ એ વિસ્તાર કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરી રસ્તો બંધ કરવાની તથા આરોગ્ય વિભાગે આજુબાજુના ઘરોના લોકોની આરોગ્ય તપાસ આદરી હતી. અબડાસા તાલુકામાં આજે ત્રણ કેસ નોંધાયા છે. રૂપાણી ફળિયા નલિયામાં રહેતા હસમુખ મોહનલાલ કોટક ઉપરાંત નુંધાતડમાં રહેતા ગોવિંદ ભાનુશાલી અને કરણ ગોવિંદ ભાનુશાલીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ તરફ રાપરની કોર્ટ પાસે વિપુલભાઇ ગોહિલનો રેપીડ એન્ટીજન  ટેસ્ટ મારફત કરાવેલો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નાગલપર વાડી વિસ્તારમાં રહેતા ધોળુ કમલાબેન કેશવલાલનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં હવે કુલ કેસ 660 થયા છે. એકિટવ કેસનો આંક 195 થયો છે.  ગઢશીશા એકઝિક્યુટિવમાં ફરજ બજાવતા અતુલસિંહ વાળા  પણ કારોના સંક્રમિત થયા છે. તેમની ટ્રાવેલ હિસ્ટ્રી સૌરાષ્ટ્રની હોવાનું જાણવા મળ્યું છે. ગઢશીશા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કેસ અનુસંધાને પાંચ લોકોને ક્વોરેન્ટાઇન થવાની સૂચના અપાઇ હતી. જો કે આજની યાદીમાં આ કેસનો ઉલ્લેખ થયો નથી.  આજે 16 દર્દીઓને રજા આપઇ જેમાં લક્ષ્મીચંદ ગુર્જરી, શિવમ ગોર, ગૌરવ સૈની, પુષ્પા અરવિંદકુમાર, અરવિંદકુમાર, ભરત ત્રેવાડિયા, ટી. ઝાંસી,  ટી. વૈશ્નવી, પાયલ ગોગડાની, લિજ્જુ કુરિયન, સંજય ડાભી, વિરમોન બાંભણિયા, પાર્શ્વ બાંભણિયા, યશોદાબેન મહેશ્વરી, બુધારામભાઇનો સમાવેશ થાય છે.    

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer