ભુજની બાવન સરકારી, સહકારી અને ખાનગી બેન્કોમાં હોમિયોપેથી દવા અપાઈ

ભુજની બાવન સરકારી, સહકારી અને ખાનગી બેન્કોમાં હોમિયોપેથી દવા અપાઈ
ભુજ, તા. 6 : શહેરની સરકારી, સહકારી તેમજ ખાનગી બેન્કોની બાવન શાખાના 683 કર્મચારી સહિત 2521 જણને હોમિયોપેથી દવાનું વિતરણ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ પ્રેરિત સેવા સાધના ટ્રસ્ટ દ્વારા દેના બેન્ક નિવૃત્ત કર્મચારી યુનિટ ભુજના સહયોગ સાથે કર્યું હતું. કોરોના મહામારીના ભય વચ્ચે ભુજના બેન્કર્સ બંધુ અને ભગિનીઓએ આપેલી સેવાને યાદ કરી તેમનું સન્માન કરાયું હતું. તા. 10/06ના કાર્યનો આરંભ બેન્ક ઓફ બરોડાની ક્ષેત્રીય કચેરીના વડા શ્રી ગુપ્તા અને તેજ રીતે બરોડા ગુજરાત ગ્રામીણ બેન્કના ક્ષેત્રીય અધિકારી જયરાજભાઈ રાઠોડનું પણ ભારતમાતાની છબી આપી સન્માન કરાયું હતું. ક્ષેત્રીય વડા શ્રી ગુપ્તા દ્વારા સેવા સાધનાના કાર્યને બિરદાવી પ્રતીક ભેટ અર્પણ કરાઈ હતી. આ કાર્યમાં દેના બેન્કના નિવૃત્ત કર્મચારી યુનિટ ભુજના પ્રમુખ હર્ષેન્દુ ધોળકિયા, શ્રી ભટ્ટ, પરિમલ શર્મા, અનિલ વૈદ્ય તથા સુરેન્દ્ર ક્ષત્રિય, સેન્ટ્રલ બેન્કના નિવૃત્ત કર્મચારી બટુકભાઈ મકવાણા, બરોડા ગુજરાત ગ્રામીણ બેન્કના સુરેશભાઈ અજાણી તેમજ સેવા સાધનાના મહેશભાઈ ચાડ સહભાગી બન્યા હતા. ભુજમાં રહેતા દેના બેન્કના 50 નિવૃત્ત કર્મચારીઓને પણ હોમિયોપેથી દવાના વિતરણનું કાર્ય વિજયનગર શાખાના અમિત ગોર તેમજ પ્રફુલ્લ ગોસ્વામીએ સંભાળ્યું હતું. ભુજની આજુબાજુ મિરજાપર, સુખપર, માનકૂવા શાખામાં પણ ભુજ શાખાના કર્મચારીઓ દ્વારા વ્યવસ્થા કરાઈ હતી, બળદિયા અને કેરા શાખામાં ઉમંગભાઈ ઓઝા મેનેજર દેના બેન્ક કેરા તથા અનિલ શાહ બેન્ક ઓફ ઈન્ડિયા કેરાએ વ્યવસ્થા સંભાળી હતી તેવું નવીનભાઈ વ્યાસે જણાવ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer