ભુજમાં રેડક્રોસ દ્વારા કોરોના સામે લોકોને જાગૃત કરાયા

ભુજમાં રેડક્રોસ દ્વારા કોરોના સામે લોકોને જાગૃત કરાયા
ભુજ, તા. 6 : અહીં ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી કચ્છ દ્વારા કોરોના અંગે લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.જિલ્લાઅધ્યક્ષ અરુણ જૈન, ઉપાધ્યક્ષ વિમલ મહેતા, સભ્ય સંજય ઉપાધ્યાય, સીઈઓ તુષાર ઠક્કરના માર્ગદર્શન હેઠળ રેડક્રોસ ભુજ દ્વારા લોકોને ઘરની બહાર ન નીકળવા ખેંગારપાર્કના વોકવે પર સાંજે લોકોને જાગૃત કર્યા હતા. 15 જેટલા સ્વયંસેવકો અલગ અલગ સમજ આપતા બેનર લઈને ઊભા હતા. લોકો તેને વાંચે અને કોરોના પ્રત્યે જાગૃત બને. જે લોકોએ માસ્ક નહોતા પહેર્યા તેમને માસ્ક પણ અપાયા હતા તેમજ હિતેશ બિજલાણી, હેતલબેન મહેતા, અવનિબેન ભાટિયા, આરતીબેન જણસારી, દેવાંશીબેન પિત્રોડા, સંજયભાઈ પિત્રોડા, રુદ્ર ભાટિયા, કિશન દાફડા, સંજય ચારણ, આદિલ શેખ, સુહાસ હોમર જોડાયા  હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer