પર્યાવરણ બચાવવા વૃક્ષારોપણ અતિ જરૂરી હોવાનો સૂર વ્યક્ત

પર્યાવરણ બચાવવા વૃક્ષારોપણ અતિ જરૂરી હોવાનો સૂર વ્યક્ત
મોમાયમોરા, તા. 6 : સુપ્રસિદ્ધ યાત્રાધામ મોમાયમોરા ખાતે આવેલા પ્રજાપતિ (દાતણિયા) સમાજના કુળદેવતા ક્ષેત્રપાળ દાદાના મંદિર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં રાપર તા.પં.ના ઉપપ્રમુખ હમીરજી સોઢા, તા.વિ. અધિકારી ડી. જે. ચાવડા, સણવા જાગીરદાર કૃષ્ણપાલસિંહ જાડેજા, હરેશ પરમાર, બી. પી. ગુંસાઇ, રસિકલાલ આદુઆણી, રમેશભાઇ ખોડ, ભીમજીભાઇ રાજપૂત તેમજ પ્રજાપતિ સમાજના દેવજીભાઇ પ્રજાપતિ, શંકરભાઇ ખાંડેકા, નોંઘાભાઇ પ્રજાપતિ, કનુભાઇ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. આણંદ, બાજીપુરા, ડીસા, પાલનપુર, ગાંધીધામ સહિતના ગામોએથી આવેલા પ્રજાપતિ સમાજના ભાઇઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે ઉપસ્થિત આગેવાનોનું સન્માન કરાયું હતું. ઉપસ્થિત આગેવાનો અને અધિકારીઓએ આજના સમયમાં પર્યાવરણ માટે વૃક્ષારોપણ કરાય તે જરૂરી છે, વૃક્ષ?એક સંત છે અને સંત હરહંમેશ બીજા માટે કંઇક કરે છે. કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો કડક અમલ કરાયો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer