માલ-સામાન આપવાનું બંધ કરાતાં ભુજનાં ગટરકામોને લાગી બ્રેક

ભુજ, તા. 6 : વેપારીના રૂપિયા ચડત થઇ જતાં માલ-સામાન આપવાની ના ભણી દેતાં ભુજમાં ગટરનાં કામોને બ્રેક લાગી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં જ ડીઝલ મુદ્દે અને વોટર સપ્લાયના માલ-સામાન મુદ્દે પણ મોટી રકમ ચડત થતાં વેપારીએ સુધરાઇને સપ્લાય બંધ કરી દીધી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ભુજ સુધરાઇ દ્વારા  ખરીદાયેલા માલ-સામાનના રૂપિયા સમયસર ન ચૂકવતાં અને મોટી રકમ ચડત થઇ જતાં વેપારી દ્વારા શહેરમાં ગટરનાં કામો માટે જરૂરી સામાન આપવાની ના પાડી દેતાં તમામ કામ અટકી ગયાં હતાં.અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં જ ડીઝલ સપ્લાયરે પણ વધુ રકમ બાકી હોવાના કારણસર નાછૂટકે ટેન્કરમાં ડીઝલ ભરવાની ના પાડી દીધી હતી. અલબત્ત, ખાતરી મળતાં સપ્લાય શરૂ કરી હતી. તો તેના થોડા દિવસ પહેલાં જ વોટર સપ્લાય શાખામાં માલ-સામાન સપ્લાય કરતા વેપારી દ્વારા પણ આ જ રસ્તો અપનાવાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, મોટી રકમ ચડત થઇ જાય ત્યાં સુધી શા માટે ચૂકવણા નથી કરાતા, શહેરીજનોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. સુધરાઇ દ્વારા આડેધડ ખર્ચા પર કાપ મૂકીને સમયસર બાકી રહેતી રકમ ચૂકવી દેવાય તો લોકસમસ્યા સમયસર ઉકેલી શકાય, તેવું જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer