માન્ચેસ્ટરમાં મસૂદની દોઢી સદી

માંચેસ્ટર, તા. 6 : કોરોના મહામારી વચ્ચે આઇસીસીની નવી ગાઇડ લાઇન્સ સાથે ખાલી સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે અહીંના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર પ્રથમ ટેસ્ટ રમાઇ રહી છે. મેચના આજે બીજા દિવસે ઓપનર શાન મસૂદની શાનદાર દોઢી સદીની મદદથી પાકિસ્તાને તેની સ્થિતિ સુધારી હતી. પાકિસ્તાન 326 રને ઓલઆઉટ થયું હતું. મસૂદે 1પ6 રન કર્યા હતા. જો કે પાકનો સ્ટાર બાબર આઝમ આજે દિવસની શરૂઆતમાં જ 69 રને આઉટ થઇ ગયો હતો. શાન મસૂદે તેની કેરિયરની ચોથી અને સતત ત્રીજી સદી ફટકારી હતી. આથી પાકિસ્તાનના બીજા દિવસે ચાના સમયે 8 વિકેટે 312 રન થયા હતા. મસૂદ 314 દડામાં 17 ચોગ્ગા અને 2 છગ્ગાથી 1પ1 રને અને શાહિન અફ્રિદી 1 રને રમતમાં હતા. ઇંગ્લેન્ડ તરફથી જોફ્રા આર્ચરને અને સ્ટુઅર્ડ બ્રોડને 3-3 વિકેટ મળી હતી. જ્યારે એન્ડરસન, બ્રોડ, વોકસ અને બિઝને 1-1 વિકેટ મળી હતી.આજે સવારે બાબર આઝમ 106 દડામાં 11 ચોગ્ગાથી 69 રને આઉટ થયો હતો. આ પછી અશદ શફીક (7) અને વિકેટકીપર મોહમ્મદ રિઝવાન (9) સસ્તામાં આઉટ થયા હતા. આથી પાક.ની 176 રનમાં પ વિકેટ પડી ગઇ હતી.ત્યારે મસૂદના સાથમાં શાબાદ ખાને છઠ્ઠી વિકેટમાં 10પ રનની ભાગીદારી કરીને ઇંગ્લેન્ડના બોલરોને હંફાવ્યા હતા. શાદાબ ખાન 76 દડામાં 3 ચોગ્ગાથી 4પ રને આઉટ થયો હતો. આ પછી યાસિર શાહ પ રને અને મોહમ્મદ અબ્બાસ (0) જોફ્રા આર્ચરના  શિકાર બન્યા હતા. જો કે શાન મસૂદે એક છેડો સાચવી રાખ્યો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer