યૂએસ ઓપનમાં જોકોવિચ, સેરેના અને બીજા ટોચના ખેલાડી રમશે

ન્યૂયોર્ક, તા.6: ગત ચેમ્પિયન સ્પેનનો સ્ટાર રાફેલ નડાલ અને મહિલા વિભાગની નંબર વન ઓસ્ટ્રેલિયાની એશ્લે બાર્ટીના યૂએસ ઓપનના હટી જવાના નિર્ણય બાદ હવે આ ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટના આયોજકોને રાહતના સમાચાર મળ્યા છે.નંબર વન સર્બિયાના નોવાક જોકોવિચે યૂએસ ઓપનમાં ભાગ લેવાનું જાહેર કર્યું છે. જેથી આ ટૂર્નામેન્ટનું આકર્ષણ જળવાઇ રહેશે. યૂએસ ઓપન કોરોના મહામારી વચ્ચે ન્યૂયોર્ક ખાતે 31 ઓગસ્ટથી 13 સપ્ટેમ્બર દરમિયાન રમાશે.  19 વખતના ગ્રાંડસ્લેમ ચેમ્પિયન રાફેલ નડાલે કોરોનાને લીધે યૂએસ ઓપનમાંથી ખસી જવાની ગઇકાલે જાહેરાત કરી હતી. ફેડરર સર્જરીને લીધે રમવાનો નથી. જો કે હવે આજે જોકોવિચે યૂએસ ઓપનમાં રમવાની લીલી ઝંડી આપી દીધી છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer