નખત્રાણા તાલુકામાં આંગણવાડી, તેડાંઘરમાં બહેનોની થશે ભરતી

નખત્રાણા, તા. 6 : રાજ્યના મહિલા અને બાળ વિકાસ દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાંઘરની નખત્રાણા તાલુકામાં ઓનલાઈન ભરતી કરવામાં આવશે તેવી માહિતી બેઠકમાં અપાઈ હતી.નખત્રાણા તાલુકા પંચાયત ખાતે પત્રકાર પરિષદમાં તાલુકા વિકાસ અધિકારી વિનોદભાઈ જોશી તેમજ નખત્રાણા ઘટક-1 અને ઘટક-2ના એકત્રિત બાળ વિકાસ યોજના અધિકારી ઉષાબેન પરમાર, ભક્તિબેન ગઢવીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, નખત્રાણા તાલુકામાં કુલ 17 કાર્યકર અને 23 તેડાંઘર બહેનોની ઓનલાઈન ભરતી ટૂંક સમયમાં કરવામાં આવનાર છે.આ નિમણૂકની પ્રક્રિયામાં અરજી ઓનલાઈન થવાના દસ્તાવેજ જરૂરી આધાર પુરાવાઓ ઓનલાઈન રજૂ કરવાના રહેશે. સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન પારદર્શી રીતે હાથ ધરાશે. દરેક ગ્રામ પંચાયતમાં કાર્યરત વિલેજ કોમ્પ્યુટર વ્યક્તિ દ્વારા બહેનોને ઓનલાઈન અરજી કરવાની સમગ્ર પ્રક્રિયા કરી આપવામાં આવશે. ઓનલાઈન અરજી કર્યા બાદ નિયમાનુસારની તપાસ કાર્યવાહી કરી મેરિટ લિસ્ટ બનાવાશે. આ મેરિટ લિસ્ટ મુજબ જે ઉમેદવારને પસંદગી થવા પાત્ર હોય તેને દસ્તાવેજોની ચકાસણી કરાશે અને ત્યારબાદ નિમણૂકપત્ર દ્વારા નિમણૂક કરવામાં આવશે તેવી વિગતો અપાઈ હતી.અરજી કરનાર ભારતીય મહિલા ઉમેદવારની ઉંમર 18થી 33 વર્ષ અને એક વર્ષના સ્થાનિક નિવાસી અંગેનું મામલતદારનું પ્રમાણપત્ર આપવાનું રહેશે તેવી અન્ય શરતો પણ રાખવામાં આવી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer