રામકાજ કરિબે કો આતુર : કચ્છમાંયે આનંદોત્સવ

રામકાજ કરિબે કો આતુર : કચ્છમાંયે આનંદોત્સવ
ભુજ, તા. 5 : દાયકાઓના ઇંતેજાર બાદ આજે અયોધ્યાનગરી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી તેમજ અન્ય સાધુ સંતોની ઉપસ્થિતિમાં યોજાયેલા શ્રી રામ મંદિરના શિલાન્યાસની ખુશીમાં સનાતન હિંદુ સમાજ દ્વારા કચ્છમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા. આ પ્રસંગે ભુજ સહિત વિવિધ મથકોએ મહાઆરતી, કારસેવકોના સન્માન,અખંડ પાઠ, શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં રામભક્તો હોંશભેર જોડાયા હતા. - રઘુનાથજીમાં રંગોળી રચાઇ : સમર્પિત અખિલ ભારતીય કલા સંસ્થા સંસ્કારભારતી ભુજ શહેર સમિતિ દ્વારા રામ જન્મભૂમિ પૂજનની ઐતિહાસિક ઘડીના દિવસે ભુજના પ્રાચીન રઘુનાથજી મંદિરમાં ભગવાન રામચંદ્રજીના ચિત્રો શહેરના નામાંકિત ચિત્રકાર દ્વારા કરવામાં આવ્યા હતા ત્યારે મંદિર પરિસરમાં કલાકારો રેખાબેન સોમપુરા, પ્રીતિ ઝાલા, પન્નાબેન જોશી, મીરાં સોમપુરા, પ્રિયંકા જોશી દ્વારા ભવ્ય રંગોળી કરવામાં આવી હતી. ભુજના ચિત્રકારો બિપિન સોની, રજનીકાંત ટી. જોબનપુત્રા, સંજય ગોહિલ, મનોજ બી. સોની, સંજયસિંહ જાડેજા, અલ્પા વાસાણી, પ્રકાશ એચ. ગિરિ, લાલજી જોશીએ પ્રસંગોચિત ચિત્રો દોર્યા હતા. જે મંદિરના પૂજારી હરેશ વ્યાસને સુપરત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે નગરપાલિકાના અધ્યક્ષા લતાબેન સોલંકી, ગોદાવરીબેન ઠક્કર, જિજ્ઞાબેન ઠક્કર, કચ્છ વિભાગના સંઘચાલક નવીનભાઇ વ્યાસ, પ્રચારક કુણાલભાઇ રૂપાપરા, ટ્રસ્ટી હરેશભાઇ પૂજારા, પ્રવીણભાઇ પૂજારા, કચ્છ વિભાગના સંયોજક પંકજ ઝાલા, અધ્યક્ષ આશુતોષ મહેતાના હસ્તે ચિત્રકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. બપોરે કિશોર વ્યાસ દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન નિપુણ માંકડે કર્યું હતું. - માધાપરમાં પાંચ હજાર લાડુનો પ્રસાદ  : ભુજ તાલુકાના માધાપર ગામે પ્રખ્યાત રઘુનાથજી મંદિરે સોશિયલ  ડિસ્ટન્સ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અગ્રણી વેલજીભાઇ ભુડિયાએ લોકોની 10 કરોડ રામમંત્રની ભાવના સાકાર થઇ છે, તો ગોવિંદભાઇ ખોખાણીએ ઘરોઘર દીવડા પ્રગટાવી ઉત્સવ મનાવાયો હોવાનું જણાવાયું હતું. આ તકે દિલીપ ત્રિવેદી, નવીન જોશી, અરજણ ભુડિયા હાજર રહ્યા હતા, પ્રસાદના દાતા વિનોદ સોલંકી, રામજીભાઇ ગોરસિયા રહ્યા હતા. દરમ્યાન અહીંના સ્વામિનારાયણ મંદિરે 5ાંચ હજાર લાડુના પેકેટ બનાવી પ્રસાદ સ્વરૂપે અપાયા હતા. જેના દાતા વિનોદભાઇ સોલંકી રહ્યા હતા. આજના પ્રસંગે ગામમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો.મંદિરના પ્રમુખ રવજીભાઇ ભુડિયા, રામજીભાઇ પિંડોળિયા, વાલજી ભુડિયા, અરજણ ગોરસિયા, વીરબાઇ વિશ્રામ, પ્રેમબાઇ પ્રેમજી, દેવબાઇ જાદવજીએ પ્રસાદ બનાવવા સહયોગ આપ્યો હતો. - લેરમાં હનુમાનજીના પાઠ : રામ જન્મભૂમિ અયોધ્યામાં ભવ્ય દિવ્ય મંદિર નિર્માણ અર્થે ભુજના લેરવાળા હનુમાન મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા વિજય મહામંત્ર અને હનુમાન ચાલીસાના પાઠ યોજવામાં આવ્યા હતા જેમાં શશિકાંત પટેલ, હરેશ પુરોહિત, પ્રજ્ઞેશ ચોથાણી, વીરેન્દ્રસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, મુકેશ?ગોસ્વામી, અશોક રાઠોડ, નાનજી દવે, અંકિત ત્રિપાઠી, ડિકેંશ ગોસ્વામી, રોબિન શાહ તથા અન્ય ધાર્મિક આગેવાનો જોડાયા હતા.- વાંઢાય મંદિરે ધ્વજારોહણ : સમગ્ર ગુજરાતમાં શિલ્પાકૃતિ બેનમૂનમાં પ્રથમ સ્થાન ધરાવતું અયોધ્યાના રામમંદિર આકૃતિ સરખું વાંઢાય તીર્થધામના રામમંદિરે આજે સવારે ધ્વજારોહણ, સંધ્યા સમયે 151 દીવડા પ્રજ્વલિત કરાયા હતા. સંસ્થાના પ્રમુખ રવિલાલ રામજિયાણી પ્રેરિત પૂજારી રોહિત મારાજના સાંનિધ્યમાં આયોજિત કાર્યક્રમમાં સાધના કુટિર સંસ્થાનના જીતુ ભગત, ગામના અગ્રણી કરશનજી સોઢા,જિતેન્દ્રસિંહ, નવીનબાપા (શંભુભાઇ), ઇશ્વર આશ્રમના કારભારી ભારતીબેન, બજરંગદળ (ક.જિ.)ના વીરેન્દ્રસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, અશોકસિંહ રાઠોડ  સહિત ભાવિકો જોડાયા હતા. કેરામાયે ઉજવણી : સંકુલમાં ભગવાન શ્રી રામની આરતી તેમજ દીપ પ્રાગટય સંસ્થાના  પ્રમુખ વિનોદભાઇ લાલજીભાઇ પાંચાણીનાં અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યા હતા. સંસ્થાના ટ્રસ્ટી ધીરજલાલ રામજી લાધાણી, અલ્પેશભાઇ કાન્તિલાલ મેપાણી, વેલજીભાઇ લાલજીભાઇ કેરાઇ, નરેન્દ્રભાઇ હરજીભાઇ ભોજાણી, સુલતાનભાઇ હાસમ મોરાણી, જાદવજીભાઇ જીણા પાંચાણી તેમજ જશોદાબેન વિનોદ પાંચાણી, રમેશભાઈ માવજી હરસિયાણી, જિલ્લા પંચાયતના આરોગ્ય શાખાના પૂર્વ ચેરમેન નવીનભાઇ રામજી પાંચાણી, કેરા ગ્રામ પંચાયતના ભૂતપૂર્વ ઉપસરપંચ રવજીભાઇ વેલજી કેરાઇ દ્વારા દીપ, ધૂપ તેમજ પૂજન કરવામાં આવ્યું હતું. - આદિપુરમાં કારસેવકોનું સન્માન : અહીં પંચમુખી હનુમાન મંદિરે બપોરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. 1992માં અયોધ્યા મંદિરે ગયેલા કારસેવકો મોમાયભાઇ ગઢવી, નંદલાલભાઇ મીઠવાણી, ખુશાલભાઇ આસનાણી, ગોવિંદભાઇ લખવાણી, કિશોરભાઇ ભાવસાર, ગિરધરભાઇ ભટ્ટી, ડોક્ટર અજયભાઇ ભીમજિયાણી, ડોક્ટર દીપકભાઇ ચૌધરી, રામભાઇ રામવાણી, ગોપાલભાઇ ગઢવીનું મહંત બ્રહ્મચારી પ્રકાશઆનંદ બાપુના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જયંતીભાઇ નાથાણી આરએસએસ કાર્યવાહ કચ્છ, મોહનભાઇ ઠક્કર, માવજીભાઇ સોરઠિયા આરએસએસ, દેવજીભાઇ મિયાત્રા, મહાદેવભાઇ, શંભુભાઇ મ્યાત્રા, પુનિતભાઇ દુધરેજિયા, વિપુલભાઇ શાત્રીજી, મીનાક્ષીબેન ભટ્ટ, કૈલાસબેન ભટ્ટ તથા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન રાજભા નારણભા ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું. સંગીતમય મહાઆરતી સૂરજ સોલંકી અને દિવ્યાંગ ગઢવી ગ્રુપે રજૂ કરી હતી. માંડવીમાં રથયાત્રા : સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત રથયાત્રામાં સંતો, ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, નગરપતિ મેહુલ શાહ, તાલુકા પંચાયતના પ્રમુખ ગંગાબેન સેંઘાણી વગેરે જોડાયા હતા. સ્વામી દેવપ્રકાશજીએ આજના દિવસને દિવાળી પર્વથી વિશેષ લેખાવ્યો હતો. આ તકે શહેરના તમામ મંદિરોમાં ઉજવણી કરવામાં આવી હતી. રથયાત્રા દરમ્યાન ધારાસભ્ય શ્રી જાડેજા, દેવાંગ દવે, વિનુભાઇ થાનકી, સુરેશ સંઘાર, પારસ સંઘવીનું ચેમ્બર પ્રમુખ વાડીલાલ દોશીએ સન્માન કર્યું હતું. આ પ્રસંગે કારુભા જાડેજા, અતુલ ઝાલા, ગોવિંદ ચૌહાણ, દીપક ગાંછા, વિજય ગોસ્વામી, મહેન્દ્રસિંહ જાડેજા વગેરે સહયોગી બન્યા હતા. પ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પૂર્વસંધ્યાએ રામમંદિર ખાતે તાલુકાના 31 જેટલા કારસેવકનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે રાજેશ સોરઠિયા, શાંતિલાલ ગણાત્રા, ચંદુભાઇ રૈયાણી, જીવરાજ ગઢવી, અનિરુદ્ધ દવે સહિતના ઉપસ્થિત રહ્યા હતા. વિજયસિંહ પઢિયાર, ખુશાલ ચાંદ્રોગા, ખુશાલ ગઢવી, જિગર બાપટ, હર્ષવીરસિંહ જાડેજા વગેરેએ જહેમત ઉઠાવી હતી તેવું વિજી સંઘવીએ જણાવ્યું હતું. - મુંદરા રોશનીથી ઝળાંહળાં : બંદરીય નગરના 14 મંદિરોને રોશનીથી ઝળાંહળાં કરવામાં આવ્યા હોવાનું સરપંચ ધર્મેન્દ્ર જેશરે જણાવ્યું હતું. ખારવા સમાજવાડી ખાતે રામમંદિરે આર.એસ.એસ. અને વી.એચ.પી.ના કાર્યકરોએ શંખનાદ સાથે મહાઆરતી કરી હતી જેમાં નરેન્દ્રસિંહ સોઢા અને પ્રમુખ વિક્રમસિંહ ઉપરાંત પ્રણવ જોષી, ગૌરાંગ ત્રિવેદી, વૈભવ ધારક, કરશનભાઇ ગઢવી વગેરે જોડાયા હતા. ઉત્તર ભારતીય યુવા સંગઠન દ્વારા કલાપૂર્ણ સોસાયટી-બારોઇ ખાતે રામ પૂજન અને રામધૂનનો કાર્યક્રમ યોજાયો હતો. સરપંચ જીવણજી જાડેજા, ભોજરાજ ગઢવી, વિશ્રામભાઇ ગઢવી, વાલજીભાઇ ટાપરિયા, કિશોરસિંહ પરમાર, ધર્મેન્દ્ર જેશર, ભૂપેન મહેતા, ધર્મેન્દ્રસિંહ ઝાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જવાહર ચોક ખાતે આવેલા રઘુનાથજીના મંદિરમાં આરતી કરી મીઠાઇ વહેંચવામાં આવી હતી. - ભુજપુરમાં શણગાર ભુજપુર (તા. મુંદરા) ગામના બધા જ મંદિરો તેમજ હનુમાનજીના મંદિરો પર રોશની થઇ હતી તેમજ 4 જેટલા પ્રવેશદ્વાર પર રોશની ગોઠવાઇ હતી. ઠાકર મંદિરમાં નગિનભાઇ હીરાલાલ ગોરે આરતી ઉતારી હતી. સરપંચ મેઘરાજ ગઢવી, કિરીટભાઇ સોની, ભીમશી પાલુ, નારાણ હરજી, ડાયાભાઇ રામાણી, મૂરજી મીંઢાણી, બબાભાઇ દરજી, પ્રકાશ રામજી ગોર ઉપસ્થિત રહ્યા હતા. -નખત્રાણામાં આતશબાજી : શ્રીરામ મંદિરના અયોધ્યામાં શિલાપૂજનની ખુશીમાં નખત્રાણા લોહાણા મહાજન તેમજ યુવક મંડળ દ્વારા દરિયાસ્થાન મંદિરે સવારે રામધૂન, ગાયત્રી હવન, સત્સંગ, શ્રીરામ સ્તોત્ર સહિત પ્રસંગો ઊજવાયા હતા. વસંતભાઇ કોડરાણીએ હનુમાન વંદના અને હનુમાન ચાલીસા ગાઇ હતી. ગાયત્રીપીઠના લીલાધરભાઇએ  હોમ-હવનની ધાર્મિક વિધિ કરાવી હતી.?શિલાન્યાસ પ્રસંગે ફટાકડાઓની આશતબાજી કરી હવનમાં નાળિયેર હોમાયું હતું. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સા. ન્યાય સ. ચેરમેન વસંત વાઘેલા, જયસુખ પટેલ, ઉપસરપંચ ચંદનસિંહ રાઠોડ, દિલીપભાઇ ઠક્કર, છગનભાઇ આઇયા, વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી, ખેંગારભાઇ રબારી, મોહન ચાવડા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. મોરઝર અખાડાના દિલીપદાદાએ આશીર્વચન પાઠવ્યા હતા. મહાજનના રાજેશભાઇ પલણ, નીતિનભાઇ?ઠક્કર, પ્રાગજીભાઇ ઠક્કર, વિશનજીભાઇ પલણે સહયોગ આપ્યો હતો. ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ત્રિકમસાહેબ મંદિરે હોમહવન તેમજ રામધૂન સત્સંગ યોજાયા હતા. આ પ્રસંગે સામંતભાઇ મહેશ્વરી-પ્રમુખ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચો, વસંતભાઇ?વાઘેલા-ચેરમેન સામાજિક ન્યાય સમિતિ જિલ્લા પંચાયત કચ્છના અધ્યક્ષસ્થાને હવન તથા ધૂપના કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને પક્ષના સર્વે હોદ્દેદારો હાજર રહ્યા હતા. - જય જય શ્રીરામનો નાદ ગૂંજ્યો : હિન્દુ યુવા સંગઠન નખત્રાણા ટીમ દ્વારા અયોધ્યા રામજન્મભૂમિ પૂજનની ખુશીમાં નખત્રાણા મેઈન બજાર મધ્યે ફટાકડા ફોડી મીઠાઇ વહેંચવામાં આવી હતી અને મેઇન બજારના માર્ગ ઉપર ભગવા ધ્વજ સાથે જયજય શ્રીરામના નારા ગુંજી ઊઠયા હતા. 500 વર્ષથી હિન્દુ સમાજ આ ખુશીની ઘડીની રાહ જોઇ રહ્યો હતો એ દિવસ આવી ગયો છે તેવું હિન્દુ યુવા સંગઠનના હોદ્દેદારો દ્વારા કચ્છ કેર ટીવી ન્યૂઝને જણાવાયું હતું. - કોટડા (જ.)માં પૂજા-અર્ચન  : અહીંના રામમંદિરમાં ગામના પ્રત્યેક સમાજના લોકોએ સાથે મળી દીવા-પૂજા-અર્ચન સાથે રામમંદિરની શુભકામના પાઠવી હતી અને ભારતની ન્યાય પ્રણાલિકા છે તેમાં સંપૂર્ણ વિશ્વાસ રાખી એક જ સૂત્ર સાથે કે મોડું થયું પણ કામ થયું, સૌના મુખમાં રામ રામ થયું. વિશ્વના સૌથી લાંબા ચાલેલા કેસમાં સફળતા અને સત્યમેવ જયતે એવા સૂત્ર સાથે એકબીજા સમાજે એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા. પાટીદાર સમાજમાંથી બાબુલાલભાઇ બાથાણી, રમેશ જીવરાજભાઇ, જખુ લાલભાઇ ઠક્કર, જેરામ દરજી અને દરબાર સમાજમાંથી ગાભુભા જાડેજા, પંચકલ્યાણ સમાજના રાજુભાઇ સુથાર, બંટીભાઇ સોની અને બ્રહ્મસમાજના કાનાભાઇ, રાજુભાઇ જોશી (પૂજારી), સુનિલભાઇ રાજગોર, લોહાણા સમાજના વિઘ્નેશભાઇ, પંકજભાઇ ઠક્કર અને અનિલભાઇ ગોસ્વામી વગેરેએ રામ મંદિરે લોકકલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.- નલિયામાં રામધૂન ગુંજી : અહીંના બજાર ચોકમાં આવેલા શ્રીરામ મંદિર ખાતે ગ્રામજનો દ્વારા મહાઆરતી, રામધૂન, રામરક્ષા સ્તોત્ર, હનુમાન ચાલીસા, સામૂહિક પઠન યોજાયા હતા. કારસેવામાં યોગદાન આપનારા ભરત ભાવસારનું બહુમાન કરાયું હતું. લાડુનું વિતરણ કરાયું હતું. - કોઠારામાં મહાઆરતી : કોઠારા યુવા ગ્રુપ દ્વારા કોઠારા-માનપુરા પાતાળિયા હનુમાનજીના મંદિરમાં રામધૂન તથા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના પૂજારી નીતિનગિરિ ગોસ્વામીએ પૂજા-આરતી કરી હતી. ગામલોકોએ ફટાકડા ફોડી, 51 દીવડા પ્રજ્વલિત કરીને ઉત્સવ મનાવ્યો હતો. આ કાર્યક્રમમાં રણજિતસિંહ સોઢા, વિનય રાવલ, નીલેશ ગોસ્વામી, વાઘજી ધલ, ચાંપશી પરગડુ, હેમુભા સોઢા, કાંતિભાઇ પરગડુ, રોહિત સોની, ત્રિકમ પરગડુ, રમેશ બળિયા, અરવિંદ બળિયા વગેરેએ જહેમત ઉઠાવી હતી. - ભચાઉમાં આતશબાજી : ભચાઉ લોહાણા મહાજન દ્વારા દરિયાસ્થાન મંદિરે રામ જન્મભૂમિ ભૂમિપૂજન પ્રસંગે રામમંદિરે આરતી, મીઠાઇ પ્રસાદ વિતરણ કરી અને માંડવી ચોક ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરાઇ હતી. લોહાણા મહાજન પ્રમુખ ભરત છગનલાલ ઠક્કર, શંભુલાલ વેલજીભાઇ ઠક્કર, ઇશ્વરલાલ ધરમશીભાઇ પૂજારા, રમેશભાઇ ઠક્કર, કમલેશ કરશનદાસ ઠક્કર-પત્રકાર કચ્છમિત્ર સહિતના અનેક આગેવાનો, પદાધિકારીઓએ હાજર રહી ખુશી વ્યક્ત કરી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer