વિશ્વ હિન્દુ પરિષદ કચ્છ વિભાગે તમામ પ્રખંડ સ્તરે દીપોત્સવ કાર્યક્રમો યોજ્યા

વિશ્વ હિન્દુ પરિષદ કચ્છ વિભાગે તમામ પ્રખંડ સ્તરે દીપોત્સવ કાર્યક્રમો યોજ્યા
ભુજ, તા. 5 : અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિર શિલાન્યાસ કાર્યક્રમની આખા દેશની સાથે કચ્છમાં પણ વિશ્વ હિન્દુ પરિષદે ઉજવણી કરી હતી. વિભાગ મંત્રી કૃષ્ણકાંત પંડયાના જણાવ્યા અનુસાર કચ્છના અનેક ગામોમાં આરતી શંખનાદ, દીપોત્સવ જેવા કાર્યક્રમના આયોજન કરાયા હતા. અનેક જગ્યાએ કારસેવકોના સન્માન જેવા કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા હતા. માંડવી ખાતે 31 જેટલા કારસેવામાં ગયેલા કારસેવકોનું સન્માન ઉપરાંત આદિપુર ખાતે પણ ભવ્ય સન્માન કાર્યક્રમ યોજાયો હતો. ભુજ ખાતે સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા કારસેવક સન્માન કાર્યક્રમમાં વિ.હિ.પ.ના અનેક કાર્યકરો હાજર રહી અયોધ્યાના ભૂમિપૂજન કાર્યક્રમને નિહાળ્યો હતો. વિ.હિ.પે તમામ પ્રખંડ સ્તરે દીપોત્સવ કાર્યક્રમ યોજ્યા હતા. ભુજના સ્વામિનારાયણ મંદિર ખાતે `અવધમેં આનંદ ભયો' કાર્યક્રમમાં પણ સાથે રહ્યા હતા. આ પ્રસંગે 492 વર્ષના ઈતિહાસ બાદ આ એક ભવ્ય વિજય સમાન લેખાવ્યો હતો. આ પ્રસંગ ઈતિહાસના પાના પર સુવર્ણ અક્ષરે લખાયાનું જણાવ્યું હતું. કાર્યક્રમમાં ભાજપ જિલ્લા અધ્યક્ષ કેશુભાઈ પટેલ, માજી સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી, ભાજપના મંત્રી કારસેવક અનિરુદ્ધભાઈ દવે,ચીમનભાઈ કંસારા વગેરે હાજર રહ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદના વિભાગ મંત્રી શ્રી પંડયા, સહમંત્રી દેવજીભાઈ મૈયાત્રા, કાર્યાધ્યક્ષ મોહનભાઈ ધારશી, પશ્ચિમ કચ્છ અધ્યક્ષ ચેતનભાઈ ઠાકર, મંત્રી ચંદુભાઈ રૈયાણી, સહમંત્રી કેતનભાઈ સોની, લક્ષ્મણસિંહ સોઢા, જયેન્દ્રભાઈ ભાટિયા, દર્શન ગોર, રામજીભાઈ આહીર, પૂર્વ કચ્છમાં અવિનાશભાઈ જોષી, મહાદેવભાઈ વીરા, મહેશભાઈ સોની, પલરાજભાઈ બારોટ સાથે 500 ઉપરાંત કાર્યકરો જોડાયા હતા એવું કેતનભાઈ સોનીએ જણાવ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer