ભુજમાં અયોધ્યા કાર્યક્રમ સાથે કારસેવકોનું સન્માન

ભુજમાં અયોધ્યા કાર્યક્રમ સાથે કારસેવકોનું સન્માન
ભુજ, તા. 5 : ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યામાં રામમંદિર નિર્માણમાં રામ મંદિરના સંકલ્પદાતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તે 161 ફૂટના ભવ્ય મંદિરનો શિલાન્યાસ થતાં સમગ્ર દેશ માટે સુવર્ણ દિવસ હોવાથી દેશભરમાં ઉત્સાહનો માહોલ છે તેની વચ્ચે આજે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ હમીરસર તળાવ કાંઠે રામ મંદિર અખંડ રામધૂન સકિર્તન મંડળ `રામધૂન' ખાતે રામલલાની આરતી પૂજન કરી દશનામ ગોસ્વામી સમાજવાડીમાં અયોધ્યા ભૂમિપૂજનનો લાઈવ  દર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કારસેવકોની સેવાને બિરદાવી સન્માન કરાયું હતું. સાંસદ શ્રી ચાવડાએ જણાવ્યું હતું કે, ભગવાન રામ વિચક્ષણ બુદ્ધિ પ્રતિભા સાથે મર્યાદાપુરુષોત્તમ હતા. ભગવાન રામ અને સીતામાતાના આશીર્વાદ સાથે રામલલાના મંદિરનું ભૂમિપૂજન દેશ માટે એકતા, બંધુત્વ અને સાંસ્કૃતિક સમાગમનો અવસર બન્યો છે. આપણે ભારતની ભાગ્શાળી પેઢી છીએ જ્યાં અયોધ્યામાં આજે પ્રભુ રામનું ભવ્ય મંદિર બનતા જોઈશું. આજે રામજન્મભૂમિનો જીવંત  કાર્યક્રમ જોવાની વ્યવસ્થા ભુજ દશનામ ગોસ્વામી સમાજવાડીમાં રાખવામાં આવતાં કચ્છના કારસેવકો ચમનભાઈ કંસારા, અનિરુદ્ધભાઈ દવે, રાજેશભાઈ પાટણિયા, ભાસ્કર મહેતા, કૃષ્ણકાંત પંડયા, અરજણ રબારી, કિરીટ સોમપુરા, મહેન્દ્રસિંહનું સાસંદના હસ્તે ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલ તથા નગરઅધ્યક્ષા લતાબેન સોલંકી તથા મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમ્યાન સંતો કિશોરદાસજી, પ્રદીપાનંદજી, ભરતદાસજી, સુરેશદાસજી, મુકુંદદાસજી, જયંતીભાઈ (વિરાણી) તથા કેતન સોની, ચંદુભાઈ રૈયાણી, ગોદાવરીબેન ઠક્કર, ભાજપના મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, ભરત સંઘવી, જયંત ઠક્કર, વિશાલ ઠક્કર, કે.કે. નટ વગેરે હાજર રહ્યા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer