શકુંતલાદેવી ફિલ્મમાં કચ્છી બાળાએ અભિનયનાં કામણ પાથર્યાં

શકુંતલાદેવી ફિલ્મમાં કચ્છી બાળાએ અભિનયનાં કામણ પાથર્યાં
ભુજ, તા. 5 : જાણીતા ભારતીય ગણિતશાત્રી કે જેમને હ્યુમન કોમ્પ્યુટર અથવા સુપરવુમન તરીકે ઓળખાવામાં આવ છે એવા શકુંતલાદેવી નામથી બનેલી શકુંતલાદેવી નામની 31 જુલાઈના પ્રદર્શિત થયેલી ફિલ્મમાં મૂળ કચ્છની વતની એવી 13 વર્ષીય બાળાએ મહત્ત્વની ભૂમિકા ભજવી અભિનયના ઓજસ પાથર્યા છે. મૂળ અબડાસા તાલુકાના નલિયા ગામની વતની અને સાત દાયકાથી મહારાષ્ટ્રના પૂણેમાં સ્થાયી થયેલા રશ્મિનભાઈ શાહની 13 વર્ષીય પુત્રી જિયા શાહે શકુંતલાદેવી નામક ફિલ્મમાં શારદા નામના પાત્રની ટૂંકી છતાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં શકુંતલાદેવીનું પાત્ર વિદ્યા બાલને ભજવ્યું છે.2016ની સાલમાં ગ્લેડ્રેક્સ લિટલ મિસ ઈન્ડિયા બનેલી જિયાએ યે હૈ મોહબ્બતેં, નિમકી મુખિયા, નાગિન, સાવધાન ભારત અને સમાન જેવી ટીવી સિરિયલમાં પણ કામ કર્યું છે. આઠમા ધોરણમાં અભ્યાસ કરતી જિયાએ અભિનય ક્ષેત્રે કારકિર્દી બનાવવાનું સ્વપ્ન સેવી તે દિશા તરફ નક્કર ડગ પણ માંડી  દીધા છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer