નાના રતડિયાની સીમમાં પવનચક્કીના કરંટ થકી મોરનાં મોતથી લોકોમાં આક્રોશ

નાના રતડિયાની સીમમાં પવનચક્કીના કરંટ થકી મોરનાં મોતથી  લોકોમાં આક્રોશ
કોડાય (તા. માંડવી), તા. 5 : થોડા દિવસો પૂર્વે નાના રતડિયાની સીમમાં પવનચક્કીના થાંભલાથી વીજ કરંટ લાગતા રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત થતાં લોકોમાં આક્રોશ વ્યાપ્યો છે. વિવિધ ગામોમાં અનેક રીતે વિરોધ અને આક્રોશનું માધ્યમ બનેલી પવનચક્કીઓ પર્યાવરણ માટે વિનાશ સર્જી રહી છે.ગામના જાગૃત નાગરિક નીતિનભાઇ ગઢવીએ જણાવ્યું કે  મોરના મોતની આ ચોથી ઘટના બની છે. ગામના માજી સરપંચ તથા એડવોકેટ વિશ્રામ ગઢવીએ હાલમાં જે પવનચક્કીની નવી વીજ લાઇનો નાખવામાં આવી રહી છે તે તાત્કાલિક બંધ કરી અંડરગ્રાઉન્ડ લાઇનો નાખવા માટે સત્તાધીશો પાસે લેખિતમાં રજૂઆત કરાશે. પ્રકૃતિ તથા પશુ પક્ષીઓના વિનાશ સર્જે તેવો વિકાસ કોઇપણ ભોગે ચલાવી લેવામાં આવશે નહિં તેવું આક્રોશપૂર્વક જણાવ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer