કચ્છ યુનિ.ની પરીક્ષાનો પ્રારંભ : પ્રથમ દિવસે 782 પરીક્ષાર્થી રહ્યા ગેરહાજર

કચ્છ યુનિ.ની પરીક્ષાનો પ્રારંભ : પ્રથમ દિવસે 782 પરીક્ષાર્થી રહ્યા ગેરહાજર
ભુજ, તા. 5 : કોરોનાના કારણે જારી લોકડાઉનના પગલે મોકૂફ રખાયેલી કચ્છ યુનિવર્સિટીની અનુસ્નાતક અભ્યાસક્રમની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. કોરોનાના પગલે આ પરીક્ષાને લઇ સાવચેતીનાં તમામ પ્રકારનાં પગલાં ભરવામાં આવ્યા છે.પરીક્ષા નિયામક ડો. તેજલ શેઠે વિગતો આપતાં કહ્યું કે, આ વરસે પ્રથમવાર ભુજ, આદિપુર ઉપરાંત નખત્રાણા, રાપર, માંડવી અને મુંદરા એમ છ?કેન્દ્ર ખાતે પરીક્ષાનું આયોજન ગોઠવાયું છે. ઉપરાંત કચ્છ યુનિ.માં છ બ્લાક ખાતે ઓલ્ડ પેટર્નની છાત્રોની પરીક્ષા લેવાઇ હતી.કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇ પરીક્ષા કક્ષમાં એક બેન્ચ પર એક જ છાત્રને બેસાડી સામાજિક અંતર જળવાય તેનો ખાસ ખ્યાલ રાખવા સાથે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશતા પૂર્વે છાત્રોનું થર્મલગનથી ક્રીનિંગ કરી, હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કર્યા બાદ જ પરીક્ષા ખંડમાં પ્રવેશ અપાયો હતો. પરીક્ષા કેન્દ્રમાં ફરજ બજાવતા સંચાલકોની આરોગ્ય તકેદારીનાં આવશ્યક પગલાં ભરાયાં હતાં. પરીક્ષા પૂર્વે તમામ કેન્દ્રોમાં સેનિટાઇઝેશન સાથે પરીક્ષા પૂર્ણ થયા બાદ પણ તમામ બ્લોકને ફરીથી સેનિટાઇઝ કરવામાં આવ્યા હતા.યુનિ. દ્વારા આપવામાં આવેલી સત્તાવાર આંકડાકીય માહિતી અનુસાર સવાર અને સાંજ એમ બે સત્રમાં લેવાયેલી પરીક્ષામાં કુલ નોંધાયેલા 2978 છાત્રોમાંથી 2296 છાત્રોએ પરીક્ષા આપી હતી, જ્યારે 782 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. સવારના સત્રમાં હાજર પરીક્ષાર્થીઓની ટકાવારી 69.08 અને સાંજના સત્રની 79.41 ટકા નોંધાઇ હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer