ભુજના કબીર મંદિરે અન્નપૂર્ણા ભવનનું ભૂમિપૂજન

ભુજના કબીર મંદિરે અન્નપૂર્ણા ભવનનું ભૂમિપૂજન
ભુજ, તા. 5 : શ્રીરામ મંદિર ભૂમિપૂજનની ક્ષણ અને તિથિની યાદી રહે તેવી ભાવનાથી કબીર મંદિર-ભુજ દ્વારા વૈદકીય સેવાઓ અને અન્નક્ષેત્રના વિસ્તાર અર્થે અન્નપૂર્ણા ભવનનું ભૂમિપૂજન કરાયું હતું. સવારે ભૂદેવ ચેતન મહારાજ દ્વારા મંગલ શ્લોકોના ઉચ્ચારણ સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો જેમાં નાના મહંત મૌલિકદાસ સપરિવાર તેમજ આ કાર્ય માટેના મુખ્યદાતા સુલોચનાબેન વિનોદરાય જીવાણી (રાજકોટ) વતી તેમના બહેન લિલમબેન ત્રિભુવનદાસ ગાંધી તથા તેમના નાના ભાઇ?ભરતભાઇ ગાંધી યજમાન તરીકે જોડાયા હતા.આ પ્રસંગે સંત જયંતીદાસજી સેવક (વરલી), મુકુલદાસજી (બિબ્બર) તથા ભરતદાસજી ગુરુ કરસનદાસજી (વાંઢાય) અને સુરેશ રામજી મહારાજ (વિરાણી) ઉપરાંત રજનીભાઇ પટવા (આર્કિટેક્ટ), વિનોદભાઇ પ્રેમજીભાઇ, વિપુલભાઇ વિનોદભાઇ (કોન્ટ્રાક્ટ), હિન્દુ વિચાર મંચના અગ્રણી નારાણભાઇ વેલાણી, લેસ્ટર યુ.કે.થી સંત કાશીરામજી પણ ઉપસ્થિત રહ્યા હતા જેમના સ્વાગત-સન્માન બાદ અને આશીર્વચન બાદ ભૂમિપૂજનના કળશનું સ્થાપન થયું હતું. આરતી વિ. કાર્ય સંપન્ન થયા બાદ આ પ્રસંગે શ્રીરામ મંદિર અયોધ્યાના નિર્માણ કાર્યમાં મહંત કિશોરદાસજી તરફથી ફૂલ પાંખડી સ્વરૂપે રૂા. 1,11,111 અને ઉપસ્થિત સંતો જયંતીદાસજી, મુકુલદાસજી, ભરતદાસજી અને સુરેશદાસજીએ 11,111 પ્રત્યેક દીઠ દાન જાહેર થતાં કુલ 1,55,555 અને મંદિરના સત્સંગી ચંદ્રિકાબેન મનુભાઇ દરજી દ્વારા રૂા. 500 જાહેર થતાં આ દાન હિન્દુ વિચાર મંચના અગ્રણી નારાણભાઇને અયોધ્યા મોકલવા અપાયા હતા. આ પ્રસંગે સાંસદ વિનોદભાઇ ચાવડા રામધૂન મંદિરની બપોરની આરતીમાં જોડાયા હતા. સંત જયંતીદાસજી મહારાજ (સેવા સત્સંગ આશ્રમ-વરલી) દ્વારા કબીર મંદિરના નિર્માણકાર્ય માટે 11,111 અર્પણ કરાયા હતા. વ્યવસ્થા દિલીપભાઇ અને વિદ્યાર્થીઓ હિતેનભાઇ, વિક્રમભાઇ, ભાવેશભાઇએ સંભાળી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer