રાપર લોહાણા સમાજના છાત્રોને મફત નોટબુક અપાઈ

રાપર લોહાણા સમાજના છાત્રોને મફત નોટબુક અપાઈ
રાપર, તા. 5 : અખિલ કચ્છ લોહાણા મહાજન અનુદાનિત રાપર લોહાણા મહાજન મારફતે શહેરના લોહાણા સમાજના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુકનું વિતરણ મહાજનના પ્રમુખ રાજેશભાઈ ચંદેના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. જેમાં તુલસીભાઈ ચંદે, પ્રતાપભાઈ મીરાણી, પ્રભુલાલ રાજદે, ઉમેદભાઈ ચંદે, મહેન્દ્રભાઈ ગંધા તેમજ દિનેશભાઈ ચંદે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની વ્યવસ્થા યુવક મંડળના પ્રમુખ પારસ માણેક, જય રાજદે, ચાંદ ભીંડે તથા હરેશ મજીઠિયા, સુમીત મીરાણી, જય ચંદે, અમિત કક્કડ, શિક્ષણ સમિતિના ભાવિન કોટક વગેરે દ્વારા સંભાળવામાં આવી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer