એચ.આઈ.વી.ગ્રસ્ત બાળકોને કપડાં-મીઠાઈના પેકેટ વિતરિત કરાયાં

એચ.આઈ.વી.ગ્રસ્ત બાળકોને કપડાં-મીઠાઈના પેકેટ વિતરિત કરાયાં
ભુજ, તા. 5 : શાહે જીલાન યુવક મંડળ દ્વારા દાતાઓના સહયોગથી ઈદ ઉલ અઝહા (બકરી ઈદ) નિમિત્તે એચઆઈવીગ્રસ્ત બાળકોને કપડાંની જોડી અને મીઠાઈનાં પેકેટોનું વિતરણ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને કચ્છ એન.પી. પ્લસના કાર્યાલય ખાતે સૈયદ અહેમદશા બાવા અલહુસેની (પ્રમુખ, અખિલ કચ્છ સુન્ની ચાંદ કમિટી), મહેશભાઈ ભટ્ટ (ભાગવતાચાર્ય), ધ્રુવકુમારશાત્રીજી (કથાકાર), હાજી આરીફભાઈ મેમણ (ડાયરેકટર, હુમન હેલ્થ સેન્ટર), શંભુભાઈ ઠક્કર (પૂર્વ આચાર્ય, શાળા નં. 16), ભાવિકભાઈ રાજગોર, હાજી મો. અકીલભાઈ મેમણના હસ્તે બાળકોને કપડાંની જોડી અને મીઠાઈનાં પેકેટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્યદાતાઓમાં મનીષભાઈ બારોટ, શંભુભાઈ ઠક્કર, હાજી અમીરઅલીભાઈ લોઢિયા, શંકરભાઈ એલ. સચદે, ડો. અકબરઅલી રહેમાણી, હાજી આરીફભાઈ મેમણ, હાજી મહંમદ સિધિક જુણેજા, પ્રભુલાલ ચૌહાણ, મો. અકીલભાઈ મેમણ રહ્યા હતા. સર્વે મહેમાનોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યમાં કુલ્લ છત્રીસ બાળકોને કપડાંની જોડી તથા મીઠાઈનાં પેકેટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કચ્છ એન.પી.?પ્લસના અનીશાબેન ખોજા, શાહીદ ચાકી, હુસેન પીંજારા, કુસુમબેન, રમેશભાઈ સોલંકી, હંસાબેન કોલી, મામદભાઈ સહિત હાજર રહ્યા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer