માંડવીમાં સરકારી શાળાના જરૂરતમંદ છાત્રોને શૈક્ષણિક કિટનું વિતરણ કરાયું

માંડવીમાં સરકારી શાળાના જરૂરતમંદ છાત્રોને શૈક્ષણિક કિટનું વિતરણ કરાયું
માંડવી, તા. 5 : જિલ્લા પંચાયત સંચાલિત શહેરની સાત સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માંડવીમાં નવતર પ્રયોગ હાથ ધરી શહેરની આ સરકારી પ્રા. શાળાના અતિ જરૂરતમંદ 240 વિદ્યાર્થીઓને દાતાઓના સહયોગથી શૈક્ષણિક કિટનું વિતરણ કરાયું હતું. કુલ 1200 નોટબુક અને 1400 બોલપેનનું વિતરણ કરાયું હતું. શાળાઓ બંધ છે, શિક્ષણ કાર્ય નહીં, કોરોના મહામારી અંતર્ગત વિદ્યાર્થીઓ ઘેર બેઠા `હોમ લર્નિંગ' કરી રહ્યા છે, એવા સમયે અતિ જરૂરતમંદ વિદ્યાર્થીઓના અભ્યાસક્રમને અનુલક્ષીને તાજેતરમાં યોજાયેલા કાર્યક્રમમાં દાતાઓ સ્વ. લાલન મોહનભાઈ મૂળજીભાઈ શાહ પરિવાર (હસ્તે :?જયેશભાઈ શાહ) મુંબઈ તથા મધુસૂદનભાઈ લાલચંદભાઈ શાહ-બેંગલોર તરફથી શૈક્ષણિક કિટનું વિતરણ મંચસ્થ સુરેશભાઈ લાલન, દિલીપભાઈ જૈન, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ. જે. ફુફલ, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહ, તાલુકા ગ્રુપ શાળાના આચાર્ય આઈ. જે. ગણાત્રા, સી.આર.સી. કોર્ડિનેટર મીરાબેન જોશીના હસ્તે લાભાર્થી શાળાના આચાર્યને કરવામાં આવ્યું હતું. તાલુકા શાળાના આચાર્ય આઈ. જે. ગણાત્રાના સ્વાગત બાદ જૈનશ્રેષ્ઠી દિલીપભાઈ જૈને પ્રસંગ પરિચય આપ્યો હતો. શિક્ષણ જ્યારે મોંઘું થતું જાય છે ત્યારે નિ:શુલ્ક શૈક્ષણિક કિટ વિતરણ સેવા ખૂબ જ ઉપયોગી નીવડશે એવું મંચસ્થ મહેમાનોએ જણાવી આ નવતર પ્રયોગને બિરદાવી દાતા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. સંચાલન તાલુકા ગ્રુપ શાળાના શિક્ષક ધવલભાઈ યાદવે જ્યારે આભારદર્શન જૈન નૂતન શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણીએ કર્યા હતા. તાલુકા ગ્રુપ શાળાના શિક્ષકો ધવલભાઈ યાદવ, રીટાબેન શાહ, નીલમબેન ગોહિલ, માલતીબેન પટેલે જહેમત ઉઠાવી હતી. સરકારી પ્રા. શાળાના આચાર્ય જિતેન્દ્રભાઈ સોની, પુનિતભાઈ વાસાણી, રિતેશભાઈ ગુંસાઈ, વાલજીભાઈ ગઢવી, કલ્પનાબેન ગણાત્રા, લતાબેન નરિયાણી વગેરે ઉપસ્થિત રહીને સહયોગી રહ્યા હતા.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer