ભુજને કર્મભૂમિ બનાવનારા તબીબ ખરા અર્થમાં બન્યા કોરોના વોરિયર

ભુજને કર્મભૂમિ બનાવનારા તબીબ ખરા અર્થમાં બન્યા કોરોના વોરિયર
ભુજ, તા. 5 : મૂળ સાંતલપુરના વતની અને ભુજને પોતાની કર્મભૂમિ બનાવનારા મોહિની દાતરાણિયા દિવ્યાંગતા ભૂલી હાલ અમદાવાદની હોસ્પિટલમાં કોરોના દર્દીઓની શુશ્રૂષા કરી ખરા અર્થમાં કોરોના વોરિયર બન્યા છે. એક વર્ષની વયથી પોલિયોગ્રસ્ત થયેલા મોહિનીબેને પોતાની આ અશક્ત સ્થિતિ ભૂલી અમદાવાદની ન્યુ સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવાર કરી રહ્યા છે. ભુજને કર્મભૂમિ બનાવનારા આ યુવા તબીબે પરિશ્રમ એ જ પારસમણિના સૂત્રને સાર્થક કરી એમ.ડી. મેડિસીન અને એમબીબીએસનો કોર્સ પૂર્ણ કરી કોરોના વોરિયર્સ તરીકે કામે લાગી ગયા છે. અમદાવાદમાં કોરોનાના વ્યાપક કહેર વચ્ચે આ દિવ્યાંગ તબીબ દરરોજ પ0 જેટલા દર્દીઓની સારવાર કરી તેમના સાજા થવામાં મહત્ત્વની ભૂમિકા બજાવી રહ્યા છે. વર્ષમાં બેથી ત્રણ વખત ભુજ આવતા આ તબીબ મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર દ્વારા ચલાવાતી સેવાકીય પ્રવૃત્તિમાં રસપૂર્વક ભાગ લેતા હોવાનું સંસ્થાના પ્રમુખવી. જી. મહેતાએ જણાવ્યું હતું. આ તબીબે એમ પણ કહ્યું કે, કોરોનાની મહામારી ચોક્કસથી પડકારજનક છે, પણ આપણે સૌએ એનો હિંમતભેર સામનો કરી પરાસ્ત કરવાની છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer