ગ્લોબલ વોર્મિંગથી બચવું હશે તો વૃક્ષનું જતન કરવું પડશે

ગ્લોબલ વોર્મિંગથી બચવું હશે તો વૃક્ષનું જતન કરવું પડશે
ભુજ, 5 : વૃક્ષ છે તો જીવન છે, આજના ગ્લોબલ વોર્મિંગમાંથી બચવું હશે તો વૃક્ષનું જતન અનિવાર્ય છે અને તે માટે સહુએ સાથે મળી સહિયારા પ્રયાસો કરવા પડશે તેવું અહીં હિલગાર્ડન ખાતે તાજેતરમાં વૃક્ષ વાવેતર માટે યોજાયેલા એક કાર્યક્રમમાં બોલતાં રોટરી પી.ડી.જી. મોહન શાહે જણાવ્યું હતું.પ્રારંભમાં રોટરી પ્રમુખ ડો. ઊર્મિલ હાથીએ એ સહુને આવકારી વર્ષ દરમ્યાન થનાર લોકોપયોગી પ્રકલ્પોની વિગતવાર માહિતી આપી હતી. પ્રોજેકટ ચેરમેન નીતિન સંઘવીએ આ પ્રોજેકટની સવિસ્તાર વિગતો આપતાં જણાવ્યું હતું કે, આરંભમાં બસ્સો જેટલાં વૃક્ષનું વાવેતર `ફર્સ્ટ ડે ફર્સ્ટ પ્રોજેકટ' મિશન અંતર્ગત અહીં હિલગાર્ડન ખાતે કરવામાં આવ્યું છે. આગામી સમયગાળામાં જ બે હજાર રોપાઓનું વાવેતર કરવામાં આવશે અને કચ્છના નજરાણાસમા હિલગાર્ડનને નંદનવન બનાવવામાં આવશે. તમામ રોપાઓની જાળવણી અને ઉછેરની જવાબદારી હિલગાર્ડન કમિટીના ચેરમેન નવીન કંસારા અને તેમની ટીમે સ્વીકારી છે. રોટરી પી.ડી.જી. ભરત ધોળકિયાએ પર્યાવરણ જાળવણી માટે રોટરીને મળેલી તક બદલ ખુશી વ્યક્ત કરી હતી. કાર્યક્રમનું સંચાલન લાયઝન તિલક કેસવાણીએ જ્યારે આભારવિધિ રોટી મંત્રી પરાગ ઠક્કરે કરી હતી. કલબ ટ્રેનર પ્રફુલ્લ ઠક્કર, ઇન્નરવ્હીલ પ્રેસીડેન્ટ હર્ષા કોટક, પ્રેમીલા ઠક્કર, ઇશ્વર દેસાઇ, નવઘણ આહીર, ડો. જયંત વસા, અભિજીત ધોળકિયા, દિલીપ ઠક્કર, અશરફ મેમણ, જયેશ શાહ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ઇન્ટરેક્ટ પ્રેસિડેન્ટ આશુતોષ શાહ અને મંત્રી આદિત્ય સુથાર સહિતની ટીમે વ્યવસ્થા સંભાળી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer