ત્રીજી વન-ડેમાં આયર્લેન્ડની રોમાંચક જીત

સાઉથમ્પટન, તા. પ : ઓપનર પોલ સ્ટર્લિંગ અને એન્ડ્રુ બાલબર્નીની શાનદાર સદીની મદદથી આયરલેન્ડે મેચનો એક દડો બાકી હતો ત્યારે વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડને ત્રીજા વન ડેમાં હાર આપી હતી. ઇંગ્લેન્ડ વિરૂધ્ધ આયરલેન્ડની ક્રિકેટ ઇતિહાસમાં આ બીજી જીત છે. વિજય માટે આયરલેન્ડને 329 રનનું મુશ્કેલ લક્ષ્યાંક મળ્યું હતું. જવાબમાં આયરલેન્ડે સ્ટર્લિંગ અને સુકાની બાલબર્નીની આક્રમક 214 રનની બીજી વિકેટની ભાગીદારીથી 49.પ ઓવરમાં 3 વિકેટે 329 રન કરીને સાત વિકેટે યાદગાર વિજય મેળવ્યો હતો. જો ત્રણ મેચની શ્રેણી 2-1થી ઈંગ્લેન્ડના નામે રહી હતી.આયરલેન્ડે આ પહેલા 2011ના વર્લ્ડ કપમાં બેંગ્લોર ખાતે ઇંગ્લેન્ડને હાર આપી હતી. આ પછીની તેની ઇંગ્લેન્ડ સામે આ પહેલી જીત નોંધાઇ છે. ગઇકાલે રમાયેલા ત્રીજા ડે-નાઇટ મેચમાં આયરલેન્ડ તરફથી સ્ટર્લિંગે રનઆઉટ થતાં પહેલા 128 દડામાં 9 ચોકકા અને 6 છકકાથી 142 રનની આતશી ઇનિંગ રમી હતી. જ્યારે બાલબર્નીએ 112 દડામાં 12 ચોકકાથી 113 રન કર્યાં હતા. આયરલેન્ડને આખરી પ0 રન કરવાના હતા ત્યારે અનુભવી કેવિન ઓ'બ્રાયને 1પ દડામાં 21 અને ટેકટોરે 29 દડામાં 26 રન કરીને આયરલેન્ડને આખરી ઓવરના પાંચમા દડે સાત વિકેટે રોમાંચક વિજય અપાવ્યો હતો.આ પહેલા ઇંગ્લેન્ડે સુકાની ઇયાન મોર્ગની સદી 84 દડામાં 1પ ચોકકા-4 છકકાની મદદથી 106 રન, ટોમ બેંટનના પ8, વિલીના પ1 અને ટોમ કરનના 38 રનની મદદથી 49.પ ઓવરમાં 328 રન કર્યાં હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer