નબળી શરૂઆત કરનાર પાકની વહારે આઝમ

માંચેસ્ટર, તા.પ: ઇંગ્લેન્ડ વિરુદ્ધની ત્રણ ટેસ્ટની સિરિઝના પહેલા ટેસ્ટના પ્રારંભે નબળી શરૂઆત બાદ પાકિસ્તાને સ્ટાર બેટ્સમેન બાબર આઝમની અર્ઘસદીની મદદથી સ્થિતિ સુધારી હતી. આજે મેચના પહેલા દિવસે ચાના સમય પૂર્વે વરસાદને લીધે રમત અટકી ત્યારે પાકિસ્તાનના 41.1 ઓવરમાં બે વિકેટે 121 રન થયા હતા ત્યારે બાબર આઝમ બાવન અને શાન મસૂદ 4પ રને રમતમાં હતા.પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ દાવ લેવાનું પસંદ કર્યું હતું. જો કે તેની શરૂઆત નબળી રહી હતી. 43 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર આદિલ અલી 16 રને આર્ચરના દડામાં બોલ્ડ થયો હતો જ્યારે કેપ્ટન અઝહર અલી ઝીરોમાં વોક્સના દડામાં એલબીડબ્લ્યુ આઉટ થયો હતો. 43 રનમાં બે વિકેટ ગુમાવ્યા બાદ સ્ટાર બાબર આઝમ અને શાન મસૂદે ઇંગ્લેન્ડના બોલરોનો મક્કમતાથી સામનો કરીને સ્થિતિ સુધારી હતી. ચાના સમય પહેલા વરસાદને લીધે રમત અટકી ત્યારે બાબર 71 દડામાં 9 ચોક્કાથી પ2 અને મસૂદ 134 દડામાં 4પ રને ક્રિઝ પર હતા.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer